નવી દિલ્હી: વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ આવતા શુક્રવારે રીલીઝ થવાની, આ ફિલ્મની રિલીઝ રોકવા માટે કેરળ હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ન્યાયધીશો આ ફિલ્મ જોઈને ચુકાદો આપશે, એ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (CBFC) એ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપ્યું છે, પરંતુ 15 કટ સૂચવ્યા છે અને કેટલાક દ્રશ્યો સંપૂર્ણપણે દૂર કરવા કહેવામાં આવ્યું છે.
ધ કેરળ સ્ટોરી 2 નું ટ્રેઇલર લોન્ચ થવાની સાથે હોબાળો મચી ગયો હતો, ફિલ્મમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે, જેને કારણે રાજકારણ પણ ગરમાયેલું છે. ફિલ્મના ટ્રેલરના એક દ્રશ્યમાં પીડિતાને બાંધીને ગૌમાંસ ખાવા ખવડાવવામાં આવે છે, જેની સામે સખત વાંધો ઉઠવવામાં આવી રહ્યો છે.
અહેવાલ મુજબ સેન્સર બોર્ડે "ધ કેરળ સ્ટોરી 2" ને U/A (16+) સર્ટિફિકેટ આપ્યું છે, પરંતુ સેન્સર બોર્ડે ફિલ્મમાં 16 કટ્સ અથવા ફેરફારો સૂચવ્યા છે.
ફિલ્મના આ દ્રશ્યો પર કાતર ફરશે:
ફિલ્મમાં કિસિંગ સીનને 50% ઓછા કરવાનું કહેવામાં આવ્યું છે, લિપ-લોક સીનને 7 સેકન્ડ ટૂંકો કરવા કહેવામાં આવ્યું છે.
ફિલ્મમાં બળાત્કાર દ્રશ્યો 50% એટલે કે 20 સેકન્ડ ઘટાડવાનું સૂચવવામાં આવ્યું છે.
મહિલાને થપ્પડ મારવાના એક દ્રશ્ય અને મહિલાનાં માથા પર મારવાનાં બીજા દ્રશ્ય, આ બંનેને 2 સેકન્ડ ટુંકાવવામાં આવ્યા છે.
બુલડોઝર દ્વારા આરોપીના ઘરને તોડી પાડવાના દ્રશ્યોમાં પણ ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે.
ત્રણ દ્રશ્યોમાં ત્રણ સંવાદો બદલવાનું કહેવામાં આવ્યું છે, એક શબ્દ મ્યૂટ કરવાનું પણ સુચન કરવામાં આવ્યું છે.
સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માતાઓને એવું પણ સુચન કર્યું છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનું જણાવતું ડિસ્ક્લેમર ઉમેરવામાં આવે. આ ડિસ્ક્લેમર સ્ક્રિન પર 2 મિનિટ અને 3 સેકન્ડ સુધી ચલાવવામાં આવે અને વોઇસ-ઓવર ઉમેરવામાં આવે.
સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ સંબંધિત સ્ક્રિપ્ટ, સંવાદો અને જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા કહેવામાં આવ્યું હતું.
નિર્માતાઓએ સેન્સર બોર્ડને ફિલ્મમાં સગીર વયના કલાકારને કાસ્ટ કરવા માટે સંમતિ પત્ર સોંપ્યો હતો.