Wed Jun 10 2026

Logo

વશિષ્ટ ભૌગોલિક ઓળખ પામેલી તેજપુરની એક ટન લિચીની દુબઈ ખાતે નિકાસ

2026-06-09 20:00:00
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ આસામના તેજપુરની વિશિષ્ટ ભૌગોલિક ઓળખ (જ્યોગ્રોફિકલી ઈન્ડિકેશન ટેગ -જીઆઈ ટેગ) પામેલી એક ટન લીચીની દુબઈ ખાતે નિકાસ કરવામાં આવી છે. આ નિકાસ સાથે ભારતે પ્રીમિયમ ક્વૉલિટીનાં ફળની નિકાસને પ્રોત્સાહન આપતું વધુ એક પગલું ભર્યું છે. લાલ ચમકદાર અને સોડમ ધરાવતી આ લિચી અનેરો મધુર સ્વાદ ધરાવે છે, એમ વાણિજ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે. 

નોંધનીય બાબત એ છે કે વાણિજ્ય મંત્રાલય ઉત્તર પૂર્વનાં રાજ્યોનાં કૃષિ ઉત્પાદનની નિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યાનુસાર તેજપુર વિસ્તાર બોમ્બઈયા, બિલાટી, ઈલાયચી, પિયાજી અને સહાઈ સહિતની ઘણી પ્રકારની લિચીની ખેતી કરે છે. જીઆઈ ટેગના દરજ્જાથી તેજપુરની લિચીની ઓળખ મજબૂત બની છે અને બજારની ઓળખ ઊભી થઈ છે.