Thu Mar 12 2026

Logo

વિશેષઃ ગંગા ને નર્મદા જેવી જ મહાન નદી છે તાપી

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

વીણા ગૌતમ

તાપી નદીને તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. આ નદી ભારતની એ અગત્યની નદીમાંની એક છે જે મધ્ય ભારતથી નીકળીને અરબ સાગરમાં મળે છે. ભૌગોલિક, આર્થિક, પરિસ્થિતિક અને સાંસ્કૃતિક એની વિશેષતા ખૂબ છે. 

તાપી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્ય પ્રદેશના બેતૂલ જિલ્લાના સાતપુડા પર્વતમાળામાં છે. અહીંથી લગભગ 724 કિલોમીટરનું અંતર કાપીને આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતથી પસાર થઈને છેવટે અરબ સાગરમાં મળે છે. એના કિનારે સુરત જેવું ઔદ્યોગિક અને વ્યાપારિક શહેર વસેલું છે. આ નદીને તેના માર્ગમાં આવતી અન્ય નદીઓ જળથી સંપન્ન કરે છે. એમાં પૂર્ણા, ગિર્ણા, વાઘુર અને અંજલી નદીઓ છે. 

તાપીને ગંગા અને નર્મદાને સમકક્ષ મહાનદી એટલે માનવામાં આવે છે, કેમ કે આ પણ વિશાળ નદી ઘાટની પ્રણાલી બનાવે છે. આ નદી લાખો લોકોની કૃષિ, પિવાનાં પાણી અને ઔદ્યોગિક જરૂરિયાતોને પૂરી કરે છે. તેની આ જ ખાસિયત તેને નર્મદા અને ગંગા નદીની જેમ મહાન બનાવે છે. 

તાપી નદીના કિનારે આદિવાસી સમાજ, કૃષિ સંસ્કૃતિઓ અને વ્યાપારિક નગર વિકસિત થયા છે. તાપી નદીની આસપાસ કપાસ, સોયાબિન, શેરડી, કેળાં અને વિવિધ પ્રકારની દાળની ખેતી થાય છે. ગંગા નદીની જેમ જ એ કૃષિ આધારિત જરૂરિયાતો પૂરી કરે છે. નર્મદાની જેમ તાપીને પણ પવિત્ર નદીઓમાં સામેલ કરવામાં આવે છે. એના કિનારે મેળા અને પવિત્ર સ્નાનને સંબંધિત પર્વ ઉજવવામાં આવે છે. 

અન્ય નદીઓની જેમ તાપી નદીના કિનારે પણ અનેક મંદિરો આવેલાં છે. તાપીનો વાર્ષિક પ્રવાહ લગભગ 17થી 18 બિલિયન ઘનમીટર આંકવામાં આવ્યો છે. આ નદીનો 75 ટકા પાણીનો આધાર વરસાદ પર રહે છે. 

તાપી નદીની માટી ઘણી ફળદ્રુપ છે. આ જ કારણ છે કે ખેડૂતો ખેતી કરીને સાધન સંપન્ન થાય છે. ગ્રામીણ રોજગારની પણ અહીં અપાર શક્યતાઓ છે. ગંગાની જેમ તાપીને પણ અન્નના ભંડાર તરીકે જોવામાં આવે છે. તાપીના કિનારે વસેલાં શહેરોમાં મોટા ભાગે કાપડ, રસાયણ, હીરાના કારખાના અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે ફેમસ છે. એને કારણે લાખો રોજગાર અને શહેરી વિકાસને વેગ મળે છે. આ નદીમાં માછલીઓની અનેક પ્રજાતિઓ મળી આવે છે. 

સાતપુડામાંથી પસાર થતી વખતે આ નદી અનેક વન ક્ષેત્રોને જીવન આપે છે. જેમાં હરણ, રીંછ, જેવા જીવોને પાણી અને ભોજન મળે છે. તાપી નદીના ડેલ્ટા ક્ષેત્રમાં અનેક પંખીઓ મળી આવે છે. સાથે જ પ્રવાસી પક્ષીઓનો પણ એ આશ્રયસ્થાન છે. તાપીને કારણે આસપાસના જળસ્તોત્ર પણ છલકાય છે. એને કારણે કૂવાઓમાં વર્ષભર પાણી ભરેલાં રહે છે.