Thu May 07 2026

Logo

ભાજપના સાથી AIADMKમાં વિજયને ટેકો આપવા મુદ્દે બળવાની સ્થિતી, ધારાસભ્યોને રીસોર્ટમાં ખસેડવા પડ્યા

2026-05-07 11:40:00
Author: Vimal Prajapati
Article Image

ચેન્નાઈઃ તમિલનાડુની રાજનીતિમાં આ વખતે મોટો બદલાવ આવ્યો છે. પરંતુ કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી! તો પછી હવે સરકાર કોણ બનાવશે? ગઠબંધન સિવાય તમિલનાડુમાં કોઈ પક્ષના સરકાર બની શકે તેમ નથી. આમ તો વિજયની ટીવીકે પાર્ટીએ સૌથી વધારે બેઠકો મેળવી છે, પરંતુ સરકાર બનાવાવ માટે તે કાફી નથી. તો હવે સરકાર બનાવવા માટે વિજય કોની સાથે ગઠબંધન કરશે? સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે AIADMKએ પોતાના ધારાસભ્યોને પુડુચેરીના એક રીસોર્ટમાં મોકલી દીધા છે.  ચાલો જાણીએ શું છે કારણ...

તમિલનાડુમાં કોની સરકાર બનશે?

AIADMKના ધારાસભ્યો વિજયની ટીવીકે પાર્ટીને સમર્થન ના આપે અને વિજય સાથે જોડાઈ ના જાય તે માટે ધાસાભ્યોને એક રીસોર્ટમાં ખસેડી દેવામાં આવ્યાં છે. જો કે, પાર્ટીનું કહેવું છે કે, અમારી પાર્ટીમાં બધુ જ બરોબર ચાલી રહ્યું છે, કોઈ બળાપો કરવાનું વિચારી પણ શકે તેમ નથી. પરંતુ ટીવીકે દ્વારા કથિત રીતે ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં ના આવે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, કેટલાક ધારાસભ્યો ટીવીકેને સમર્થન આપવાનો વિચાર કરી રહ્યાં હતા, તે માટે AIADMK દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

AIADMK એ ધારાસભ્યોને પુડુચેરી ખસેડ્યાં

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ધારાસભ્યોને પુડુચેરીના રીસોર્ટમાં મુકવામાં આવ્યાં છે. અહીં રહેવા સહિતની તમામ વ્યવસ્થાઓ AIADMK ના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન સીવી શનમુગમ દ્વારા કરવામાં આવી છે. AIADMK દ્વારા એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, ટીવીકે દ્વારા સમર્થન માટે અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી સમર્થન માટે કહેવામાં નથી આવ્યું, પરંતુ આગળ કેવા નિર્ણય લેવામાં આવશે તે પાર્ટી નક્કી કરશે. પરંતુ અત્યારે તમિલનાડુમાં AIADMK વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન નહીં આપે તે નક્કી મનાઈ રહ્યું છે. 

સરકાર બનાવવા માટે  વિજયને 11 સમર્થકોની જરૂર

ટીવીકેની વાત કરવાાં આવે તો તમિલનાડુમાં સરકાર બનાવવા માટે વિજયને 10 ધાસાભ્યોની જરૂર છે. એટલાથી કામ થઈ શકે તેમ નથી. કારણ કે, પેરામ્બુર બેઠક જાળવી રાખવા માટે ત્રિચી પૂર્વ બેઠક પરથી રાજીનામું આપ્યા પછી વિજયને 11 બેઠકોની જરૂર પડશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોંગ્રેસ ટીવીકેને સમર્થન આપવા માટે રાજી છે. આ સાથે બે વામપંથી દળો, અને ડીએમકેની સહયોગી પાર્ટી વીસીકે પાસે પણ ટીવીકે દ્વારા સમર્થન માંગવામાં આવ્યું છે. કોંગ્રેસની પાંચ બેઠકો, બે વામપંથી દળોની 2-2 બેઠકો અને વીસીકેની 2 બેઠકોનું સમર્થન મળે તો ટીવીકેને કુલ મળીને 11 બેઠકોનું સમર્થન મળી જશે, પરંતુ વિજય માટે ચિંતાની વાત એ છે કે, વીસીકે દ્વારા હજી સમર્થન આપવામાં આવ્યું નથી. 

ટીવીકે શા માટે AIADMK સાથે ગંઠબંધન નહીં કરે?

હવે રહી વાત AIADMKની, તો AIADMK પાસે ટીવીકે સમર્થન માંગે તેવું લાગતું નથી. કારણ કે, AIADMK નું ભાજપ સાથે ગંઠબંધન છે. ટીવીકે વૈચારિક રીતે વિરોધી હોવાના કારણે તે AIADMK નો સાથ નહીં માંગે! ટીવીકેને ડર એવો છે કે, જો AIADMK સાથે ગંઠબંધન કરવામાં આવશે તો તે ભવિષ્યમાં ખતરો પેદા કરી શકે છે. વિજય દ્વારા બુધવારે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે 118 સમર્થકોની યાદી સાથે આવવાનું કહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.