Wed Sep 16 2026

Logo

સ્વાતી માલીવાલ આપ છોડી ભાજપમાં જોડાયા, કહ્યું પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ

2026-04-25 16:57:00
Author: Chandrakant Kanoja
સ્વાતી માલીવાલ આપ છોડી ભાજપમાં જોડાયા, કહ્યું પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ

નવી દિલ્હી : આપના સાંસદ સ્વાતી માલીવાલે પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપ જોડાયા છે. જેની બાદ   તેમણે કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે આ નિર્ણય મજબૂરીમાં નહીં પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસને કારણે લીધો છે.

આમ આદમી પાર્ટી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા 

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલ 24 એપ્રિલ, 2026 ના રોજ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીને આ ફટકો પડ્યા બાદ સ્વાતિ માલીવાલે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમણે આ નિર્ણય કોઈ મજબૂરીમાં નહીં  પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસને કારણે લીધો છે. તેમણે આમ આદમી પાર્ટી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. 

આપ ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને ગુંડાગીરી સાથે સંકળાયેલી પાર્ટી બની

સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે તે વર્ષ 2006 થી અરવિંદ કેજરીવાલ સાથે કામ કરી રહી છે અને દરેક આંદોલન દરમિયાન તેમની સાથે ઉભી રહી હતી. તેમણે  પોતાનું ઘર અને નોકરી પણ છોડી દીધી હતી. જોકે, હવે તેમને લાગે છે કે પાર્ટી પોતાનો ધ્યેય  ભૂલી છે. તેમણે કહ્યું કે  આપ ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને ગુંડાગીરી સાથે સંકળાયેલી પાર્ટી બની  છે. જેના લીધે તે ખૂબ જ નિરાશ છે. 

સંસદમાં બોલવાની તક પણ આપવામાં આવી નથી

આ ઉપરાંત તેમણે  અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના જ ઘરમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી. જ્યારે તેમણે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ  નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી અને કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં તેમને સંસદમાં બોલવાની તક પણ આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, સાંસદ રાધવ ચઢ્ઢા સાથે આમ આદમી પાર્ટી છોડનારા સાંસદમાં સ્વાતી માલીવાલ પણ સામેલ છે.