Tue Sep 08 2026

Logo

સુરતમાં પરિણિત બ્રાહ્મણ મહિલાને ધર્મપરિવર્તનની ફરજ પડાયાનો આરોપ, તપાસનો આદેશ

2026-05-04 19:13:24
Author: Pooja Shah
સુરતમાં પરિણિત બ્રાહ્મણ મહિલાને ધર્મપરિવર્તનની ફરજ પડાયાનો આરોપ, તપાસનો આદેશ

અમદાવાદઃ સુરતના કામરેજ તાલુકાના કરજણ ગામમાં પરિણિત બ્રાહ્મણ મહિલાને સંબંધોમાં ફસાવી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની ફરજ પાડવામાં આવી હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ મામલે રાજ્યના પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ પોલીસને તપાસના આદેશ આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કામરેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, બે બાળકોની માતા એવી મહિલાના પતિએ આરોપ લગાવ્યો હતો કે પડોશી ગાલા ગામના એક મુસ્લિમ યુવકે તેની પત્ની સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ તેનું બ્રેઈનવોશ કર્યું હતું. 

ફરિયાદીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પત્ની પર ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. મહિલાના પતિએ આશંકા જતાવી હતી કે આ માત્ર તેમની પત્ની પૂરતું સમિત ન હોય અને એક ષડયંત્રનો ભાગ પણ હોઈ કે. 

આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાનશેરિયાએ પરિવારની મુલાકાત લીધી હતી. મળતી માહિતી અનુસાર ત્યારબાદ પ્રફુલ પાનસેરિયાએ  સુરત જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોન પર વાતચીત કરી, અધિકારીઓને સંપૂર્ણ તપાસ કરવા, વ્યાપક નેટવર્કની શક્યતા તપાસવા અને કાયદા અનુસાર કડક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. 

પોલીસે જણાવ્યું હતું કે તેમણે તપાસ શરૂ કરી દીધી છે.