Wed Sep 16 2026

Logo

સુરતમાં વધુ એક હત્યાઃ 30 વર્ષના મુસ્લિમ યુવકને જાહેરમાં રહેંસી નંખાયો, યુવકના બાપે શું કહ્યું ?

2026-08-22 10:29:00
Author: Vimal Prajapati
સુરતમાં વધુ એક હત્યાઃ 30 વર્ષના મુસ્લિમ યુવકને જાહેરમાં રહેંસી નંખાયો, યુવકના બાપે શું કહ્યું ?

સુરત: શહેરમાં છાશવારે હત્યાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધતા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ગુનેગારોમાં તેનો કોઈ ડર જોવા મળતો નથી. સુરતમાં ફરી એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં હત્યાની ઘટના બની છે, જેમાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આખરે શા માટે સુરતમાં ક્રાઈમની ઘટના વધી રહી છે? કોઈ પણ પ્રકારની વિવાદ વિના સુરતનાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બની હત્યાની ઘટના

વિગતે વાત કરવામાં આવે તો, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસ પાસે એક 30 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. રાત્રે 30 વર્ષીય યુવક સલમાન રુસ્તમ સૈયદની કોઈ અજાણ્યાં શખ્સો સાથે બોલાચાલી થાય છે અને બાદમાં મામલો હત્યાં સુધી પહોંચી જાય છે. અજાણ્યાં યુવકોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો તેના કારણે સલમાન રુસ્તમ સૈયદને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો

ગંભીર રીતે ઘાયલ થયેલા સલમાન રુસ્તમ સૈયદને સત્વરે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાસે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ડૉક્ટરોએ સલમાન રુસ્તમ સૈયદને મૃત જાહેર કરી દીધો હતો. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ અને અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. 

મૃતકના પિતાએ કહ્યું - અમારા કોઈ સાથે દુશ્મની નથી!

આખરે આ હુમલો અને હત્યા શા માટે કરવામાં આવ્યું તેની વિશે કોઈ જાણકારી પ્રકાશમાં આવી નથી. સલમાન રુસ્તમ સૈયદના પિતાનું કહેવું છે કે, અમારે કોઈના સાથે કોઈ દુશ્મની કે વેર નથી! તો પછી આ હત્યાનું કારણ શું ? આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે હત્યાના આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે.