Sun Oct 04 2026

Logo

સૂર્ય કરશે પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર, ત્રણ રાશિના જાતકો પર થશે અપરંપાર ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-03-27 16:14:00
Author: Darshana Visaria
સૂર્ય કરશે પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર, ત્રણ રાશિના જાતકો પર થશે અપરંપાર ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. સૂર્યના આ ગોચરને કારણે મેષથી મીન રાશિના જાતકોને અપરંપાર લાભ થાય છે. એપ્રિલ મહિનામાં સૂર્ય ફરી એક વખત રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજા સૂર્ય જ્યારે પણ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મેષમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. એપ્રિલના મધ્યમાં થનારું આ રાશિ પરિવર્તન કે જેને આપણે સૂર્ય સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ તે કેટલીક રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારું સાબિત થશે. 14મી એપ્રિલના રોજ સૂર્યનું મેષ રાશિમાં થઈ રહેલું ગોચર અપરંપાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યના દ્વાર ખૂલી રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષઃ

સૂર્યનું ગોચર પોતાની જ ઉચ્ચ મેષ રાશિમાં થઈ રહ્યો છે, જેને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ સમયગાળામાં તમારો પ્રભાવ વધશે. જો તમે સરકારી નોકરી કે વહીવટી ક્ષેત્રે જોડાયેલા હોવ, તો મોટી સફળતા મળી શકે છે. તમારા અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડશે અને સમાજમાં તમારું માન-સન્માનમાં પણ વૃદ્ધિ થઈ રહી છે.

સિંહઃ

ગ્રહોના રાજા ખુદ સિંહ રાશિના સ્વામી છે. સૂર્યનું આ ભ્રમણ તમારા ભાગ્ય ભાવને જાગૃત કરશે. વેપારમાં કરેલું રોકાણ બમણું વળતર આપી શકે છે. પિતા કે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પૂરો સહયોગ મળશે. આ સમયગાળામાં નવી જવાબદારીઓ લેવી તમારા ભવિષ્ય માટે લાભદાયી રહેવાનો છે. આ સમયે તમારી હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર પંચમ ભાવમાં થશે, જે સંતાન, શિક્ષણ અને બૌદ્ધિક ક્ષમતાનો કારક છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ તક સમાન છે. માનસિક તણાવ ઓછો થશે અને તમે લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી મુક્તિ મેળવશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે.