Fri May 01 2026

Logo

સુકેશ ચંદ્રશેખરને મળ્યા શરતી જામીન છતાં હજુ રહેવું પડશે થોડો સમય જેલમાં

2026-04-07 17:34:50
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગના કેસમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો છે. દિલ્હીની કોર્ટે સુકેશના કેસમાં સુનાવણી કરી હતી. આ દરમિયાન લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા સુકેશને જામીન મળતા એ મુક્ત થયો હતો. ₹200 કરોડની વસુલીના કેસમાં ઠગ સુકેશનું નામ ખુલતા પૂછપરછ કરવામાં આવી હતી. જામીન આપતાની સાથે કોર્ટે કેટલીક શરત મૂકી છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, સુકેશે 5 લાખ રૂપિયા વ્યક્તિગત બોન્ડ ભરવા અને સમકક્ષ રકમ જામીનની જમા કરાવવા પર મુક્તિનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

શું રહેશે શરતો?
ટુ લીવ્સ સિંબલ કૌભાંડ અંતર્ગત મની લોન્ડ્રિંગ કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર મુક્ત થયા બાદ પણ એમની મુશ્કેલી ઓછી થઈ નથી. અન્ય કેસ હજું ન ઉકેલાતા તે બહાર આવી શકે એમ નથી. એમની પર આશરે 31 જેટલા કેસ ફાઈલ થયેલા છે એમાંથી 26 કેસમાંથી એમને જામીન મળી ગયા છે.ટુ લીવ્સ કૌભાંડ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું એમાં એમનું નામ ખૂલ્યું હતું. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જામીન પર મુક્ત થયા બાદ તે કેટલાક પુરાવા, સાક્ષી કે બીજા કોઈ સોર્સનો સંપર્ક નહીં કરી શકે. તપાસ અધિકારીને ચોક્કસ સરનામું અને મોબાઈલ નંબર આપવો પડશે. પાસપોર્ટ જમા કરાવવો પડશે.

જેક્લીન સાથેના પત્રને લઈ ચર્ચામાં
મંજૂરી વગર તે કોઈ રીતે દેશ છોડીને ભાગી શકશે નહીં, જોકે અન્ય કેસ ચાલું હોવાને કારણે તે સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકશે નહીં. હજુ થોડો સમય જેલવાસ ભોગવવો પડશે. સુકેશ સામે 2017નો કેસ AIADMK નેતા TTV દિનાકરણ માટે મધ્યસ્થી તરીકે કામ કરવાના અને વી.કે. શશિકલા જૂથ માટે પાર્ટીના 'બે પાંદડા' વાળા ચૂંટણી ચિહ્નને સુરક્ષિત કરવા માટે ચૂંટણી પંચના અધિકારીને લાંચ આપવાના આરોપો સાથે સંબંધિત હતો. એક્ટ્રેસ જેક્લીન ફર્નાડીઝને જ્યારે એમના જન્મદિવસ પર પત્ર લખ્યો એ સમયે એ સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો. એટલું જ નહીં તાજેતરમાં ઈસ્ટરના તહેવારની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.