Fri May 01 2026

Logo

મધ્યસ્થીનો પ્રયાસ નિષ્ફળ થતા પાકિસ્તાનની હવે ડબલ ગેમ, કાશ્મીરના મુદ્દે ઉશ્કેરવાનો પ્રયાસ

Karachi   2026-05-01 18:30:21
Author: Mumbai Samachar Team
Article Image

Asim Munir


કરાંચીઃ ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિવાર્તાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહેતા દુનિયાભરમાં એની ચર્ચા થઈ રહી છે. મધ્યસ્થીના પ્રસ્તાવને લઈ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિવાર્તા કરાવી જશ ખાટવાનો પ્લાનો તો સફળ ન થયો પણ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાત પાકિસ્તાનનું વલણ બદલી રહ્યું છે. પાકિસ્તાનની સેનાના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનિર હવે ડબલ ગેમ રમી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં કંઈટ મોટું કરવાના મૂડમાં છે. આતંકી કાવતરૂ ઘડાઈ રહ્યું હોવાના વાવડ સૂત્રો પાસેથી મળ્યા છે. 

ભારતને ઉશ્કેરવાનો પ્લાન
આનો સીધો અર્થ એ થયો કે, મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે ભારત જવાબી કાર્યવાહી માટે ઉશ્કેરવાનો પ્લાન છે, તો બીજી તરફ કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઊઠાવવા યોજના ઘડાઈ રહી છે. કાશ્મીર સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર બારીકીથી નજર રાખનારા ભારતીય અધિકારીઓએ આ એલર્ટઆપ્યું છે. પાકિસ્તાનની આ રણનીતિ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકા-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આવેલી નિકટતા પર આધારિત છે. આ પાકિસ્તાનનો હેતુ કાશ્મીરમાં વૈશ્વિક હસ્તક્ષેપને વેગ આપવાનો છે. વર્ષ 2019માં બાલાકોટ સ્ટ્રાઈક બાદ જે થયું હતું એવું કરવાનો છે. 

મહત્ત્વની માહિતી આપી
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આને હતાશામાં ઊઠાવેલું પગલું માનવામાં આવી રહ્યું છે, જેના પર પાકિસ્તાન કંઈ કરવાની યોજનામાં છે. પહેલા પહાડી વિસ્તારમાં સ્થાનિક આંતકી જુથને સક્રિય કરવા, જેથી પ્રવાસનને નુકસાન પહોંચે પછી સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવું, લૉંચ પેડ પરથી પાકિસ્તાની આતંકીનો ઉપયોગ કરીને બોર્ડર ક્રોસ કરીને એક મોટો હુમલો કરાવવો. આ પ્લાનિંગ જોવા મળ્યું છે. IBના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન એ વાતનું જોખમ લેવા માટે તૈયાર છે કે, આતંકી અડ્ડાઓ પર ભારત ફરીથી હુમલો કરે. પછી પાકિસ્તાન જવાબી કાર્યવાહીમાં આગળ વધે આ માહોલ વચ્ચે અમેરિકાને સામેલ થવા મજબુર કરે. મનિરને એવું લાગે છે કે, તે ભારતને ઉશ્કેરવામાં સફળ રહેશે. 

દબાણ ઊભુ કરીને મોટું કરશે?
એ પછી ભારત પાકિસ્તાનમાં આવેલા આતંકીઓના અડ્ડા પર હુમલો કરશે એ સમયે તે અમેરિકાને આ મામલે સામેલ થવા દબાણ ઊભું કરશે. આવું કરીને તે વૈશ્વિક મંચ પર મોટો ફાયદો ઊઠાવશે. હકીકતમાં મુનિનો આ દાવ વ્યક્તિગત અને રાજકીય બન્ને દ્રષ્ટિણથી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિવાર્તા અને મધ્યસ્થીમાં તે નિષ્ફળ સાબિત થયો. આનાથી પાકિસ્તાનની વૈશ્વિક છબી ખરડાઈ ગઈ. પાકિસ્તાન દેશમાં જ એમની વધતી જતી ટીકા ટીપ્પણીઓનો સામનો કરતા હવે રાષ્ટ્રપતિ પદ પર એની નજર છે. એમને એવું લાગે છે કે, કાશ્મીરમાં તણાવગ્રસ્ત માહોલ બનાવીને તે પોતાની સ્થિતિ સશક્ત કરી લેશે. 

રાજકીય ઈચ્છા પાછળની ગેમ
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, સૌથી મોટા પદ પર પહોંચવા માટે, પોતાનો દાવો સાચો સાબિત કરવા માટે કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊઠવાવવા સિવાય બીજું મોટું શું હોઈ શકે? આમ પણ પાકિસ્તાન માટે આવી અંદરોઅંદરની ખટપટ પહેલીવાર નથી. ભારત કાશ્મીર મુદ્દે પોતાની પોલિસી પર મક્કમ રહ્યો છે. બાહરી દખલગીરીથી દૂર રહીને ભારતે અગાઉ પણ પોતાની નિશ્ચિત પોલિસીનું પાલન કર્યું છે.વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાશ્મીરને લઈને પ્રયાસો વારંવાર નિષ્ફળ સાબિત થયા છે. આ પાછળનું કારણ એ કે, કાશ્મીર મુદ્દે ભારતની સ્પષ્ટતા અગાઉ પણ હતી અને આજે પણ રહી છે. આને એક આંતરિક મામલા તરીકે લીઈને ભારતે પોતાની પોલિસી અનુસાર કામ કર્યું છે. 

આતંકી ગ્રૂપ પર ફોકસ
આઈબીના અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન હવે આતંકી ગ્રૂપ પર ફોક્સ કરી રહ્યો છે, જેનાથી નાના નાના હુમલાઓ ફરી યથાવત રાખી શકાય. આનાથી સૈન્ય જવાનો પર દબાણ વધશે. હવે પાકિસ્તાનનું પ્લાનિંગ સફળ થયું તો બોર્ડરની પેલે પાર રાહ જોઈને બેઠેલા હજારો આતંકીઓને ઘુસણખોરી કરવાની તક મળશે. અધિકારીએ ઉમેર્યું કે, ધ્યાન ભટકાવવાની આ રણનીતિ ઘણી મહત્ત્વની છે. કારણ કે, મોટો હુમલો કરવા માટે અગાઉની રણનીતિની ભારત દેશના જવાનો સારી રીતે જાણે છે. જોકે, પાકિસ્તાનની સ્થિતિ હાલમાં વૈશ્વિક સ્તરે મોઢું દેખાડવા જેવી નથી. અમેરિકા ઈરાન વચ્ચે મધ્યસ્થીને લઈને તે ખોટી રીતે ઉઘાડું પડી ગયું છે. એવામાં મુનિરની મહત્ત્વકાંક્ષા હવે ભારતના નુકસાન તરફી વધી છે.