Sun May 03 2026

Logo

ઈરાન સરકારમાં મોટી ફૂટ! સ્વંતત્ર વહીવટ બદલ વિદેશમંત્રીને હટાવવાની તૈયારી

Tehran   2026-05-01 16:06:46
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોલમાં દરરોજ નવો વળાંક જોવા મળી રહ્યો છે. રિપોર્ટમાંથી જાણવા મળતી વિગત અનુસાર હવે ઈરાન સરકારમાં પણ એક મોટીફૂટ પડી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશકિયાન અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે મળીને વિદેશમંત્રી અબ્બાસ અરધચીને પદ પરથી દૂર કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. 

સ્વતંત્ર મંત્રાલય ચલાવવાનો આરોપ
આ મામલે ઈરાન સરકાર તરફથી ખાસ કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી. આ વિવાદથી તેહરાનની રાજનીતિમાં ગરમવો આવી ગયો છે. બ્રિટનના એક મીડિયા રિપોર્ટ અનુસાર અરાધચી પર ગંભીર આરોપ છે કે, તે વિદેશ મંત્રાલયને રાષ્ટ્રપતિ પ્રત્યે કાર્યાલયની જવાબદારી અદા કરવાના બદલે મંત્રાલયને સ્વતંત્ર રીતે ચલાવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિદેશમંત્રી અધિકારિક કેબિનેટ પોલિસીના બદલે રિવોલ્યુશનરી ગાર્ડના આદેશ માની રહ્યા છે. રાષ્ટ્રપતિ પેજેશકિયાનનું એવું માનવું છે કે, જરૂરી ડીપ્લોમેટિક ચર્ચા દરમિયાન વિદેશમંત્રી અરાધચીએ સરકારના બદલે સેનાનો સાથ આપ્યો છે. 

Iranian President Masoud Pajhwok and Parliament Speaker Mohammad Bagher Ghalibaf met with Foreign Minister Abbas Ardhachi.

પદ પરથી દૂર કરાશે
તેમણે એવો મુદ્દો પણ ઉચ્ચાર્યો કે, જો આવી સ્થિતિ કાયમ રહેશે તો અરાધચીને પદ પરથી દૂર કરી દેવાશે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર અહમદ વાહિદીના સહયોગી તરીકે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિને જાણકારી આપ્યા વગર તેઓ પોલિસી લાગુ કરી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અરાધચી વિદેશ મંત્રાલયને રાષ્ટ્રપતિ ઓફિસ પ્રત્યે જવાબદાર બનાવવાના બદલે સ્વતંત્ર રીતે ચલાવી રહ્યા છે. રિપોર્ટના આધારે કહીએ તો જંગમાં મૃત્યુ પામેલા સરકારી અધિકારીની જગ્યાએ નવી નિયુક્તિ કરવાનો અધિકાર પર છીનવી લેવાયો છે. 

અધિકારીઓનું મૌન
સંસદમાં આ વિરોધ ત્યારે જ શરૂ થયો જ્યારે ગાલિબાફે વાતચીત કરતી એક ટીમના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધુ. આ પગલું એટલા માટે લેવું પડ્યું કારણ કે, વાતચીતમાં પરમાણું ઊર્જાના મુદ્દા સામેલ કરવા માટે જે પ્રયાસ થઈ રહ્યા હતા એની સામે વિરોધ થઈ રહ્યા હતા. સ્પીકર પદેથી દૂર કર્યા બાદ અરાધચી એકલા પાકિસ્તાનના ઈસ્લામાબાદના પ્રવાસે ગયા હતા. પ્રસ્તાવ રજૂ કરી દીધો હતો. પણ અમેરિકી રાષ્ટ્રપતિએ એ પ્રસ્તાવને ફગાવી દીઘો હતો. આ મામલો સામે આવ્યા બાદ સરકારમાં ફૂટ પડી હોવાનું માનય રહ્યું છે. જોકે કોઈ અધિકારી આ મામલે મગનું નામ મરી પાડવા માગતા નથી અને મુદ્દાની વાત કરવા માગતા નથી.