મુંબઈઃ રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી' ધીમે ગતિએ દમદાર હિટ મેળવી રહી છે. શિવાજી મહારાજના જીવન અને કેટલાક કિસ્સા પર આધારિત ફિલ્મ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. હવે આ ફિલ્મ પર જાણીતા ફિલ્મનિર્માતા રામ ગોપાલ વર્માએ પોતાની પ્રતિક્રિયા આપતા ફિલ્મના વખાણ કર્યા છે. 'રાજા શિવાજી'ની શરૂઆત શાનદાર થઈ છે. રામ ગોપાલ વર્મા ફિલ્મના ફેન બની ગયા છે.
છવાઈ ગયો રિતેશ દેશમુખ
ફિલ્મ નિર્માતાએ લખ્યું હતું કે, રિતેશ સિનેમાઘરમાં ધૂમ મચાવી રહ્યો છે. બોકસઓફિસ પર ફિલ્મ જબરદસ્ત પર્ફોમ કરી રહી છે. મરાઠા સામ્રાજ્યના યોદ્ધા શિવાજી મહારાજના પાત્રમાં રિતેશનો અભિનય ઉત્તમ છે. આ અવતારમાં શિવાજી તરીકે રિતેશમાં ખરેખર શિવાજી મહારાજનો ફરી જન્મ હોય એવું લાગે છે.
એક્સ પર પોસ્ટ કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું હતું કે, હાય, જિનેલિયા..તમારી ફિલ્મ 'રાજા શિવાજી' બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રિતેશ એક ડાયરેક્ટર અને અભિનેતા એમ બન્ને અવતારમાં સિનેમાહોલમાં છવાઈ ગયો છે. એનામાં જાણે શિવાજી મહારાજે ફરી જન્મ લીધો હોય એવું લાગે છે. 'રાજા શિવાજી' ફિલ્મ પહેલા જ દિવસે ભારતમાંથી 11 કરોડનું ક્લેશન કર્યું હતું.
સૌથી વધારે ઓક્યુપેંસી
મરાઠી વર્ઝનમાં રીલિઝ થયેલી ફિલ્મે 8 કરોડનું ક્લેક્શન કર્યું હતું. મહારાષ્ટ્રના સાંગલીમાં સૌથી વધારે ઓક્યુપેંસી 'રાજા શિવાજી' ફિલ્મની જોવા મળી છે.બીજા ક્રમે પૂણે શહેર છે અને પછી નાસિકનો ક્રમ છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ લીડ એક્ટર છે જ્યારે એમની સાથે અભિષેક બચ્ચન, જેનિલિયા દેશમુખ, સંજય દત્ત, મહેશ માંજરેકર, સચીન ખેડેકર, ભાગ્યેશ્રી, ફરદીન ખાન, જિતેન્દ્ર જોશી અને અમોલ ગુપ્તે જેવા પ્રભાવશાળી કલાકારો વિવિધ પાત્ર પ્લે કરી રહ્યા છે.
શિવાજી મહારાજના શરૂઆતના જીવન પર ફિલ્મ આધારિત છે. 'ધુરંધર' ફિલ્મના પ્રોડ્યુસર જ્યોતિ દેશપાંડે સાથે જેનિલિયાએ પણ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ જોઈને ઘણા દર્શકો એવું પણ કહી રહ્યા છે કે, આ ફિલ્મે ફરી 'છાવા' ફિલ્મની યાદ અપાવી દીધી છે. જ્યારે રામ ગોપાલ વર્માએ આ પહેલા 'ધુરંધર' ફિલ્મના પણ વખાણ કર્યા હતા.
બે ફિલ્મ એક સાથે રીલિઝ
'રાજા શિવાજી' ફિલ્મ સાથે રીલિઝ થયેલી જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ 'એક દિન'એ એક દિવસમાં માત્ર 1 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું છે. 'મહારાજા' અને 'લવયાપા' બાદ જુનૈદની આ ત્રીજી ફિલ્મ છે. 'મહારાજા' નેટફ્લિક્સ પર રીલિઝ થઈ હતી પણ કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. આ વીકએન્ડમાં ફરીવાર 'રાજા શિવાજી' દોડશે કે 'એક દિન' એ જોવાનું છે. બન્ને અલગ અલગ ઝોનરની ફિલ્મ છે.એકમાં ઈતિહાસ છે તો બીજામાં સતત નવા સમયમાં બદલતી રિલેશનશીપની વાત છે.