Thu Sep 10 2026

Logo

TMKOC ફેમ આ એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોયો કે? લાઈટ આઈમેકઅપ, રેડ લિપસ્ટિક અને...

2026-05-02 15:44:00
Author: Darshana Visaria
TMKOC ફેમ આ એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોયો કે? લાઈટ આઈમેકઅપ, રેડ લિપસ્ટિક અને...

TMKOC


લોકપ્રિય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક અલગ જ ફેન ફોલોઈંગ છે. અઢાર વર્ષ કરતાં લાંબા સમયથી ચાલી રહેલાં આ કોમેડી ટીવી શોનો દરેક પાત્ર દેશભરના દર્શકોના દિલોદિમાગ પર પોતાની આગવી છાપ છોડવામાં સફળ રહ્યો છે એમાંથી જ એક એટલે બબીતા ઉર્ફે મૂનમૂન દત્તા. ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાની ગણતરી ઈન્ડસ્ટ્રીની બ્યુટીફૂલ એક્ટ્રેસમાં કરવામાં આવે છે અને તે સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી એક્ટિવ પણ રહે છે. હાલમાં મુનમુને પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં જોવા મળી રહેલો મુનમુન દત્તાનો લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આવો જોઈએ શું ખાસ આ લૂકમાં... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં મુનમુન દત્તાએ સુંદર રેડ અને ક્રીમ કલરના કોમ્બિનેશનવાળી સાડી પહેરી છે. આ સાડી સાથે રેડ અને ગોલ્ડન પફ સ્ટાઈલ સ્લીવ્ઝવાળું બ્લાઉઝ પહેર્યું છે. સાડી પરની ગોલ્ડન બોર્ડરે સાડીને એકદમ રોયલ ટચ આપ્યો છે. મુનમુન દત્તાના ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. 

વાચ કરીએ આ સુંદર ટ્રેડિનશલ સાડી સાથે મુનમુન દત્તાએ કરેલાં મેકઅપની તો તેણે આ સમયે એકદમ સોફ્ટ અને ગ્લોઈંગ લૂક પસંદ કર્યો છે. રેડ લિપસ્ટિક, હળવો આઈ મેકઅપ નાનકડી બિંદી સાથે મુનમુન દત્તાએ પોતાનો આ ગોર્જિયસ લૂક કમ્પલિટ કર્યો છે. જ્વેલરીમાં તેણે ગોલ્ડન ઈયરરિંગ્સ, બેંગલ્સ અને રિંગ્સ પહેરી છે જે તેની સાડી સાથે એકદમ પરફેક્ટલી મેચ થઈ રહી છે. 

મુનમુન દત્તાનો આ ટ્રેડિશનલ બટ ગોર્જિયસ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સને તે ખૂબ જ પસંદ પણ આવી રહ્યો છે. તમે પણ આ મુનમુન દત્તાના આ લેટેસ્ટ વાઈરલ ફોટોશૂટના ફોટો ના જોયા હોય તો અત્યારે જ અહીં જોઈ લો. 

ફેન્સ મુનમુન દત્તાની આ પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં મુનમુન દત્તાની આ પોસ્ટ હજારો લોકોએ જોઈ છે અને ફેન્સ મુનમુન દત્તાની સુંદરતાના વખાણ કરતાં નથી થાકી રહ્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મુનમુન દત્તા હાલમાં લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહી છે અને ફેન્સને તેનું કામ પસંદ પણ આવી રહ્યું છે.