Fri Jun 12 2026

Logo

મેચ બાદ અર્શદીપ સિંહને નહીં પણ આ ખિલાડીને મળવા પહોંચી અર્શદીપની ગર્લફ્રેન્ડ, રીએક્શન જોઈને...

2026-04-30 20:44:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બસ વૈભવ સૂર્યવંશીનો જ જાદુ છવાયેલો જોવા મળે છે. વૈભવ પોતાની તોફાની બેટિંગને કારણે તો પીચ પર અને સોશિયલ મીડિયા પર છવાયેલો છે જ, પરંતુ આ સિવાય પણ વૈભવ હાલમાં પોતાના એક બીજા વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે. સોશિયવ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વૈભવ સૂર્યવંશી ક્રિકેટર અર્શદીપ સિંહ અને તેની સો કોલ્ડ ગર્લફ્રેન્ડ સમરીન કૌરને મળી રહ્યો છે. ચાલો તમને જણાવીએ શું છે આખી સ્ટોરી... 

આઈપીએલની સીઝન દરમિયાન મેદાન પરના રોમાંચની સાથે મેદાનની બહારના સમાચારો પણ હેડલાઈન્સ બની રહ્યા છે. તાજેતરમાં પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને એક્ટ્રેસ સમરીન કૌરનો એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે બંનેના રિલેશનશિપ વિશેની અટકળો તેજ બની છે. સમરીન પણ વૈભવની ગેમની ફેન બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. મેચ પત્યા બાદ સમરીન વૈભવને મળવા માટે પહોંચે છે અને આ જોઈને અર્શદીપ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયેલો દેખાય છે. 

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં સમરીન કૌર અને અર્શદીપ સિંહ એકસાથે જોવા મળતા ફેન્સ દ્વારા અનેક પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. આ પહેલાં પણ અર્શદીપ અને સમરીન એક સાથે ગુરુદ્વારા જતાં જોવા મળ્યા હતા, એ સમયે પણ તેનો વીડિયો વાઈરલ થયો હતો. જોકે, આ બધા વચ્ચે વૈભવ સૂર્યવંશી અને પ્રીટિ ઝિન્ટા પણ સમરીન કૌરને મળે છે. ત્રણેયની આ મુલાકાત પણ નેટિઝન્સનું ધ્યાન ખેંચી રહી છે. 

વૈભવ અને સમરીન કૌરના આ વીડિયો પર નેટિઝન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બિહારી બાબુ છા ગયે... તો વળી બીજા એક યુઝરે લખ્યું હતું કે બચ્ચુ શરમાઈ ગયું... 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricCard 🏏 (@cric.card)

 
વાત કરીએ સમરીન કૌર કોણ છે એની તો સમરીન કૌર એ એક એક્ટ્રેસ અને મોડલ છે. જે અવારનવાર પંજાબ કિંગ્સના મેચોમાં ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. યુવાન પ્રતિભાશાળી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ પણ પ્રીતિ ઝિન્ટા સાથે હેન્ડશેક કરીને એકબીજા સાથે વાત કરતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રીટિ ઝિન્ટા અને વૈભવ સૂર્યવંશીની આ મુલાકાતનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.