Mon Sep 07 2026

Logo

ઉત્તર પ્રદેશમાં ગંગા સ્નાન કરવા જતા યાત્રીઓ ભરેલી બસ પલટી, 25 ઘાયલ

2026-05-01 17:40:00
Author: Chandrakant Kanoja
ઉત્તર પ્રદેશમાં ગંગા સ્નાન કરવા જતા યાત્રીઓ ભરેલી બસ પલટી, 25 ઘાયલ

હરદોઈ : ઉત્તર પ્રદેશના હરદોઈમાં બુદ્ધ પૂર્ણિમા નિમિતે ગંગા સ્નાન કરવા જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. 60 યાત્રીઓ ભરેલી બસ ઓવરટેક કરવા જતા પલટી ગઈ હતી.જેમાં 25 યાત્રીઓને ઇજા થઇ છે. જેમાંથી 11 લોકો રામમનોહર લોહીયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજા થઇ હતી. તેમને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. આ બસમાં સવાર મોટાભાગના યાત્રીઓ બુદ્ધુ પૂર્ણિમાના લીધે પાંચાલ ઘાટ પર ગંગા સ્નાન માટે જઇ રહ્યા હતા. 

બસ ઓવરટેક કરવા જતાં પલટી 

આ અંગે મળતી માહિતી મુજબ  શુક્રવારે યુપીના હરપાલપુરથી 60 મુસાફરોને લઈને ફરુખાબાદ જઈ રહેલી એક ખાનગી બસ શાહજહાંપુરના અલ્લાહગંજ નજીક રઘુનાથપુર ગામ પાસે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી.

પોલીસ અને સ્થાનિકોએ  બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકોએ બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. જેમાં 25 મુસાફરો ઘાયલ થયા છે. તેમજ 11 ઘાયલ મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમાંથી  નવને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બે મુસાફરોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.