Sat Aug 29 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 34 ટકા, સૌરાષ્ટ્રમાં 27 ટકા વરસી ગયો વરસાદ, જાણો અન્ય વિસ્તારની સ્થિતિ

2026-07-08 13:26:00
Author: Mayur Patel
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 34 ટકા, સૌરાષ્ટ્રમાં 27 ટકા વરસી ગયો વરસાદ, જાણો અન્ય વિસ્તારની સ્થિતિ

ગાંધીનગરઃ રાજ્ય પર સર્જાયેલી એકથી વધુ વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગઈકાલે વરસાદે સુરતને ધમરોળી નાંખ્યું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 24.44 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જ્યારે કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.  હવામાન વિભાગ દ્વારા માછીમારોને 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ક્યા ઝોનમાં કેટલો વરસાદ

  • દક્ષિણ ગુજરાતઃ 34.13 ટકા
  • સૌરાષ્ટ્રઃ 27.59 ટકા
  • પૂર્વ મધ્યઃ 17.27 ટકા
  • ઉત્તર ગુજરાતઃ 14.09 ટકા
  • કચ્છઃ 1.92 ટકા

ગુજરાતમાં 2023માં સિઝનનો સરેરાશ 108.16 ટકા, 2024માં 143.14 ટકા અને 2025માં 128.57  ટકા વરસાદ વરસ્યો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ 65.27 ટકા ભરાયેલો છે.  રાજ્યમાં હાલ 5 ડેમ 100 ટકા ભરાયેલા છે. 11 ડેમ હાઈ એલર્ટ, 4 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 20 ડેમ 70 થી 100 ટકા, 24 ડેમ 50 થી 70 ટકા, 49 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 108 ડેમ હજુ પણ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 3 તાલુકામાં 1000 મિમીથી વધારે વરસાદ નોંધાયો છે. 28 તાલુકામાં 0 થી 50 મિમી, 90 તાલુકામાં 51 થી 125 મિમી, 77 તાલુકામાં126 થી 250 મિમી, 34 તાલુકામાં 251 થી 500 મિમી, 29 તાલુકામાં 501 થી 1000 મિમી વરસાદ નોંધાયો છે.