Sun Sep 06 2026

Logo

‘દારૂ પીને બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હતું!’ ક્રિકેટર શ્રેયસ ઐયરની બહેનનો ખુલાસો

2026-04-19 15:26:00
Author: Mumbai Samachar Team
‘દારૂ પીને બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હતું!’ ક્રિકેટર શ્રેયસ ઐયરની બહેનનો ખુલાસો

મુંબઈ: હાલ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026 ટુર્નામેન્ટ દરમિયાન શ્રેયસ ઐયર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જેના કારણે તે ચર્ચામાં છે. શ્રેયસની બહેન, શ્રેષ્ઠા ઐયર તેની પર્સનલ લાઈફ અંગે પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.
 
શ્રેષ્ઠા ઐયરેર તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન અને બિગ બોસ ફેમ પ્રણિત મોરેના એક કોમેડી શોમાં હાજરી આપી હતી. શો દરમિયાન  શ્રેષ્ઠાએ તેના રિલેશનશિપ વિષે એક વાત જાહેર કરી, જેની વિડીયો કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન, પ્રણિત મોરેએ શ્રેષ્ઠાને પૂછ્યું, "શું તમે દારૂ પીઓ છો?" શ્રેષ્ઠાએ જણાવ્યું કે તેણે થોડા સમય પહેલા દારૂ પીવાનું છોડી દીધું છે.

પ્રણિતે શ્રેષ્ઠાને પૂછ્યું કે શું તેણે દારૂ પીને ક્યારેય કંઈ તોફાન કર્યા છે. શ્રેષ્ઠાએ જણાવ્યું કે કે તેણે અને તેની મિત્રએ એક વખત દારૂ પીધા પછી બંનેએ તેમના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હતું.
શ્રેષ્ઠાએ કહ્યું, "અમે બંનેએ દારૂ પીને બ્રેક અપ કરી લીધું. અમે એક જ રાત્રે અમારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરવાનું નક્કી કર્યું."

શોના હોસ્ટ છ્યું, "શું તેમના બંને બોયફ્રેન્ડ ટોક્સિક હતા?"

શ્રેષ્ઠાએ આગળ કહ્યું, “ના ટોક્સિક ન હતો, અમે ફક્ત સાથે છૂટા પડવાનું નક્કી કર્યું હતું.”

શ્રેષ્ઠા ઐયરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, યુઝર્સ તેના પર કમેન્ટ કરી રહ્યા છે.