નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપ અને કેરલમ કોંગ્રેસની જીત પાછળ અનેક કારણો છે. જોકે, કોંગ્રેસ સાંસદ શશી થરૂરે આની પાછળનું મુખ્ય કારણ SIR ની પ્રક્રિયા ગણાવી હતી. તેમજ આ પ્રક્રિયા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયા દરમિયા 91 લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ 34 લાખ લોકોએ અપીલ કરી અને કહ્યું કે તેઓ સાચા મતદારો છે. થરૂરે કહ્યું કે મતદાન પૂર્વે મોટાભાગની અપીલો પેન્ડિંગ રહી હતી.
લાયક મતદાતા મતદાનની તક ગુમાવી ચૂક્યા છે
શશી થરૂરે ઈન્ડિયા ઘેટ ઇઝ ભારત ગોલમેજ સંમેલનમાં કહ્યું હતું કે, જે લોકો જીવિત છે તેમને મતદાન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમજ નિયમો અનુસાર દરેક કેસનો અલગથી નિકાલ થવો જોઈએ. તેમજ 31 લાખ લોકો એવા છે જે આગામી વર્ષોમાં લાયક મતદાતા બની શકે છે. પરંતુ હાલમાં મતદાન કરવાની તક ગુમાવી ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં શુભેન્દુ અધિકારી એક એવું નામ છે જેમણે મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડ્યું છે. કોંગ્રેસથી શરૂ થયેલી સફર અને નંદીગ્રામના આંદોલનથી લઈને ભાજપના મુખ્યમંત્રી બનવા સુધીની તમામ વિગતો જાણો આ સ્પેશિયલ રિપોર્ટમાં. કેવી રીતે તેમણે ૨૦૨૧ અને ૨૦૨૬માં મમતા બેનર્જીને… pic.twitter.com/5GygFUuZBZ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 9, 2026
વર્ષ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતી અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. ચૂંટણીમાં ટીએમસીએ 80 બેઠકો જીતી હતી. તેમજ પેન્ડિંગ મતદારોની અપીલોની સંખ્યા પર પ્રશ્ન ઉઠાવતા થરૂરે કહ્યું કે ભાજપના જીતના મતોની માર્જિન પેન્ડિંગ અપીલ 30 લાખ જેટલું છે.
તેમજ તો શું આ સંપૂર્ણપણે ન્યાયી અને લોકશાહી છે.
કોંગ્રેસે કેરલમમાં 63 બેઠકો જીતી
જ્યારે શશી થરૂરે કેરલમમાં કોંગ્રેસની જીત અંગે જણાવ્યું કે, ડુપ્લિકેટ મતદારોની નોંધણી દૂર થવાથી રાજ્યમાં કોંગ્રેસને ફાયદો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં ડબલ, ટ્રિપલ અને બહુવિધ મતદાર નોંધણીના કિસ્સાઓ બન્યા હતા. કારણ કે સીપીએમ લાંબા સમયથી ડબલ, ટ્રિપલ અને બહુવિધ નોમિનેશન પ્રક્રિયામાં નિષ્ણાત હતી. એક વ્યક્તિ ચાર અલગ અલગ બૂથ પરથી મતદાન કરતા હતા. જોકે, SIR દ્વારા આ નામો દૂર કરવામાં આવ્યા હતા. જેના લીધે આ વખતે કોંગ્રેસે કેરલમમાં 63 બેઠકો જીતી છે. ભાજપને 3 બેઠકો મળી છે.
કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ગઠબંધને મોટી લીડ મેળવી છે. તિરુવનંતપુરમમાં શશિ થરૂર અને કાર્યકરોએ કેવી રીતે ઉજવણી કરી અને શું છે અત્યારની સ્થિતિ, જુઓ આ ખાસ વિડિયોમાં. Kerala Election Results, UDF Leads Kerala, Shashi Tharoor Celebration, Congress Win Kerala… pic.twitter.com/mjGLGIxUiP
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
ઇન્ડી ગઠબંધનની દિશા અને વ્યૂહરચના પર પણ અસર
તેમજ કેરલમ વિધાનસભા ચૂંટણીમાં યુડીએફની ઐતિહાસિક જીતથી મહત્વપૂર્ણ રાજકીય સંકેતો મળ્યા છે. તેમના મતે, આ પરિણામ માત્ર કેરલમના રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત નથી પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે ઇન્ડી ગઠબંધનની દિશા અને વ્યૂહરચના પર પણ અસર કરી શકે છે.