Fri Apr 17 2026

Logo

આજે શનિ સહિત ત્રણ ગ્રહ થશે અસ્ત, આ ત્રણ રાશિઓને થશે સૌથી વધુ લાભ, મળશે પદ-પ્રતિષ્ઠા અને પૈસા...

2026-03-13 16:33:03
Author: Darshna Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આજનો એટલે કે 13મી માર્ચ 2026નો દિવસ અત્યંત મહત્વનો સાબિત થવાનો છે કારણ કે આ જ દિવસે શનિ, મંગળ અને બુધ જેવા ત્રણ મોટા ગ્રહો એક સાથે અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહોનું અસ્ત થવું એટલે સૂર્યની નજીક આવવાથી તેમની તેજસ્વીતા અને પ્રભાવમાં ફેરફાર થવો અને એની મેષથી મીન રાશિના જાતકો પર અસર જોવા મળે છે. 

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ લાંબા સમયથી અસ્ત છે, જ્યારે ગ્રહોના રાજકુમાર બુધ માર્ચની શરૂઆતમાં જ અસ્ત છે અને હવે આજે એટલે કે 13મી માર્ચના ન્યાયના દેવતા શનિ મહારાજ પણ અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યારે ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની શક્તિ સીમિત બને છે, જેના કારણે અનિષ્ટ અસરોમાં ઘટાડો થાય છે અને કેટલીક રાશિઓ માટે રાજયોગ જેવી સ્થિતિ સર્જાય છે, ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયે લાભ જ લાભ થઈ રહ્યો છે... 

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહ દશા આશીર્વાદ સમાન સાબિત થશે. ખાસ કરીને જે યુવાનો લાંબા સમયથી બેરોજગાર છે અથવા નવી નોકરીની શોધમાં છે, તેમને ૧૩ માર્ચ પછી સારા સમાચાર મળી શકે છે. આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો અને જૂના રોકાણમાંથી વળતર મળવાની શક્યતા છે. જોકે, સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી.

ધનઃ

ધન રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ કરિયરમાં મોટો વળાંક લાવી શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની નોંધ લેવાશે અને ઉપરી અધિકારીઓ (Boss) તમારા કામથી પ્રભાવિત થઈ પ્રમોશન કે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી આર્થિક તંગી દૂર થશે. શેરબજાર કે રિયલ એસ્ટેટમાં રોકાણ માટે સમય અનુકૂળ છે, પણ અનુભવીની સલાહ લેવી.

કુંભઃ

કુંભ રાશિ પર અત્યારે શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. શનિના અસ્ત થવાથી તેની પીડામાં ઘટાડો થશે. વેપાર-ધંધામાં અત્યાર સુધી જે અવરોધો આવતા હતા તે દૂર થશે. નવા કરારો થવાથી બિઝનેસમાં વિસ્તાર થશે. આર્થિક લાભ થશે, પરંતુ તમારે તમારા ખર્ચ પર અંકુશ રાખવો પડશે નહીંતર બચત મુશ્કેલ બની શકે છે.

વધુ જુઓ...