ભારતમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા થઈ ઝડપી, વર્ષ 2025-26માં 138 લાખથી વધુ પાસપોર્ટ જાહેર
નવી દિલ્હીઃ પાસપોર્ટ ડિલિવરી પ્રક્રિયા આજે ‘વાસ્તવમાં ડેમોક્રેટિક’ બની ગઈ છે અને આ સરળ સેવા એક સમૃદ્ધ, વૈશ્વિક સ્તરે જોડાયેલ અને વિકસિત ભારત માટે એક એન્જિન તરીકે કામ કરે છે, એમ વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું.
પાસપોર્ટ સેવા દિવસ તરીકે પણ ઉજવાતા વાર્ષિક પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીઓના પરિષદમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-2026માં વાર્ષિક પાસપોર્ટ જાહેર કરવાની સંખ્યા 138 લાખથી વધુ થઈ ગઈ છે, જે ભારત અને તેના લોકોની "વધતી જતી આકાંક્ષા" દર્શાવે છે.
પાસપોર્ટ સેવા દિવસ ઉજવવામાં આવ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું કે આજે પાસપોર્ટ સેવા "ઝડપી" અને "સરળ" બની ગઈ છે, જ્યારે પાસપોર્ટ મેળવવો એ પહેલા એક ખાસ અધિકાર સમાન હતું.
તેમણે કહ્યું હતું કે આજે પાસપોર્ટ ડિલિવરી વાસ્તવમાં ડેમોક્રેટિક થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ તેમના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે 2014માં પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યા 77 હતી, જે આજે વધીને 545થી વધું થઈ છે. તે સિવાય 454 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (પીઓપીએસકે) પણ છે.
જયશંકરે તેમના સંબોધન પહેલાં દેશના વિવિધ ભાગોના વિજેતાઓને વિવિધ શ્રેણીઓમાં પાસપોર્ટ સેવા પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે "મને ખૂબ વિશ્વાસ છે કે તમે જે આ સરળ જાહેર સેવા પૂરી પાડી રહ્યા છો, જે એક સમૃદ્ધ, વૈશ્વિક સ્તરે જોડાયેલા અને વિકસિત ભારત માટે એક એન્જિન તરીકે કામ કરે છે. તે દરેક પસાર થતા વર્ષ સાથે વધુ સારી થતી જશે.