મુંબઈઃ ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગાએ રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ના બીજાભાગને લઈને મહત્ત્વની અપડેટ શૅર કરી છે. બીજાભાગનું નામ હાલ તો 'એનિમલ પાર્ક' નક્કી થયું છે.'એનિમલ' ફિલ્મે 900 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મેકર પ્રણય રેડ્ડી વાંગા તાજેતરમાં તેલુગુ ફિલ્મ 'રોમાંચકમ'ના ટ્રેલર લૉંચમાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં તેમણે કહ્યું હતું કે, ફિલ્મ 'સ્પિરિટ'નું કામ ખતમ થયા બાદ તેઓ 6 મહિના સુધીનો બ્રેક લેશે. આ પછી તેઓ 'એનિમલ પાર્ક' પર કામ શરૂ કરશે. 'સ્પિરિટ'માં પ્રભાસ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ પછીના 6 મહિના બાદ ફિલ્મનું કામ શરૂ થશે. સંદીપ રેડ્ડી આવનારા સમયમાં મહેશ બાબુ સાથે એક ફિલ્મ કરી શકે છે.
ફોક્સ હાલમાં આ ફિલ્મ પર
પ્રણયે જણાવ્યું હતું કે, મહેશ બાબુ સાથે સંદીપ વાતચીત કરી રહ્યો છે. પણ હજુ સુધી કંઈ ફાઈનલ નથી. ફિલ્મનું નામ કે સ્ક્રિપ્ટ અંગે કંઈ નક્કી નથી. બધુ ઠીક રહે છે અને વાત બને છે તો સંદીપ અને મહેશ બાબુ આવનારા સમયમાં એક ફિલ્મ કરી શકે છે. આ પ્રોજેક્ટ અંગે હાલ કોઈ ખાસ અપડેટ નથી. હાલમાં સંદીપનું ફોક્સ 'સ્પિરિટ' પર છે. જેમાં તે પ્રભાસ સાથે કામ કરે છે, જ્યારે તૃપ્તિ ડિમરી લીડ રોલ પ્લે કરી રહી છે. આ પહેલા આ ફિલ્મ સાથે દીપિકાનું નામ પણ જોડાયેલું હતું પણ પછીથી દીપિકાને હટાવી દેવામાં આવી હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ જોવા મળશે. 'સ્પિરિટ' આવતા વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થવાની છે. મહેશ બાબુ હાલમાં રાજમૌલીની ફિલ્મ 'વારાણસી'માં બિઝી છે. જ્યારે રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' આવતા વર્ષે આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ચર્ચા રામ કરતા આ ફિલ્મના રાવણના પાત્રની સૌથી વધારે થઈ રહી છે.
નવી ફિલ્મ લઈને આવશે રણબીર
'વારાણસી' પ્રિયંકા ચોપરા પણ અલગ અંદાજમાં જોવા મળશે. થોડા સમય પહેલા તેણે હૈદરાબાદમાં મહેશ બાબુ સાથે નાઈટઆઉટ કર્યું હતું. જેમાં પતિ નિક પણ ખાસ સમય કાઢીને ઈન્ડિયા આવ્યો હતો. હૈદરાબાદમાં ત્રણેય સેલેબ્સે થિએટર્સ પાસે ફોટો ક્લિક કરીને પોતાની મેમરીઝ બનાવી હતી. એ પછી પ્રિયંકા મુંબઈ આવીને સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા માટે પહોંચી હતી. આ સમયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રણબીર પાસેના પ્રોજેક્ટ હવે સ્પષ્ટ થઈ ગયા છે જ્યારે પ્રિયંકા હવે પછી કોઈ હોલિવૂડના પ્રોજેક્ટમાં જોવા મળે તો નવાઈ નહીં. હાલમાં આ પ્રોજેક્ટ અંગની ખાસ કોઈ વિગત એક્ટ્રેસે શૅર કરી નથી.