મુંબઈઃ નવી દિલ્હીમાં જંતરમંતર પર થયેલા વિરોધ પ્રદર્શનના મુદ્દે સાંસદ કંગના રનૌતે જે નિવેદન આપ્યું એ હવે વિવાદનું મૂળ બની રહ્યું છે. ગટર માઉથવાળા નિવેદન પર હવે એમની સામે રાખી સાવંતે મોરચો માંડ્યો છે. વાત અહીંયાથી અટકથી નથી, વાત છેક કંગનાના ચરિત્ર પર આવીને ચર્ચાય છે. તાજેતરમાં નવી દિલ્હીમાં જંતરમંતર પર થયેલા વિરોધ પ્રદર્શનમાં GEN Z યુવતીઓ અને ખાસ કરીને હિન્દુ યુવતીઓ પર શરમજનક વાત કહેનાર કંગનાને રાખી સાવંતે રોકડું પરખાવી દીધું હતું. રાખીએ કંગનાને કહ્યું કે, દેશના વિદ્યાર્થીઓ અને છોકરીઓ પર આંગળી ઊઠાવતા પહેલા પોતાનું કેરેક્ટર જુઓ.એ પણ જોઈ લેજો કે ઈન્ડસ્ટ્રીમાં આટલા વર્ષમાં ક્યાં ક્યાં મોઢુ કાળું કરાવ્યું છે.
ઔકાતની વાત પર ખેંચાખેંચી
કંગના વિશે કેટલાક વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરતા રાખી સાવંત પણ ચર્ચામાં રહી છે. રાખીએ કહ્યું કે, મહિલાઓ, બાળકો અને યુવતીઓની સામે બોલવાની એમની ઔકાત નથી. Z ક્લાસ જે સુરક્ષા મળી છે એના વગર આંટો માર એટલે દેશની તાકાત શું છે એનો ખ્યાલ આવી જશે. રાખીએ કંગના પર શાબ્દિક વાર કરતા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શૅર કર્યો છે. રાખી આ વિડિયોમાં બોલી રહી છે કે, શું આપીને તું મંત્રી બની છે? એમ તો તું બાહર પણ જઈશ ને કંગના, તો કોઈ કૂતરો પણ તને વોટ નહીં આપે.
ખબર નથી શું જોઈને તુ મુખ્યમંત્રી, વડા પ્રધાન ખબર નહીં શું બની ગઈ. મારી વાત સાંભળ, આપણા દેશની દીકરીઓ વિશે તું શું બકવાસ કરશ?હા, શું બકવાસ કરશ? મારા વિદ્યાર્થીઓ અને મારી છોકરીઓ વિશે? કાનની નીચે એક થપ્પડ ખાધી હતી ને એરપોર્ટ પર? તને કોઈ વાતનો ડર નથી? વધારે થપ્પડ ખાઈશ દરેક જગ્યાએથી? તું મારા દેશની દીકરીઓ સાથે બકવાસ કરી રહી છે? તને તો Z કેટેગરીની સિક્યોરિટી આપી દીધી છે આટલી સિક્યોરિટી લઈને ફરી રહી છે. દમ હોય તો એકલી ફરીને બતાવ. એકલી ફરીઆવ પછી તને ખ્યાલ આવશે દેશની તાકાત.
રાખીએ મોઢું તોડી લીધું
દેશના બાળકોની તાકાત, દેશના લોકોની તાકાત, ભાગેડું. સંસદમાં બેસીને બકવાસ કરી રહી છે એકલી એકલી. અન્ય કોઈ છોકરીઓ પર આંગળી ચિંધતા પહેલા પોતાનું કેરેક્ટર તો જો. બોલિવૂડમાં શું-શું કર્યું? કોની કોની સાથે રહી? કેટ-કેટલા વર્ષો અને ક્યાં મોઢુ કાળુ કર્યું? પહેલા તારૂ કેરેક્ટર જો ગટરમાઉથ. ગંદા નાળાની કિડી, મારા દેશની દીકરીઓની સામે બોલે છે તારી આટલી ઔકાત?
राखी का रेला हुआ छाछ भी फूक फूक कर पीता है। 🤣
— अनन्त सिंह (@the_gagansingh) July 29, 2026
Welldone राखी दीदी ❤️
રાખી સાવંતનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો એના આ બેબાક અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. લોકો એવું પણ કહે છે કે, કંગનાને રીતસરની ધોઈ નાખી છે. ઈન્ડસ્ટ્રીમાં રાખી જ અસલી જીગરવાળી અને બેબાક અંદાજવાળી એક્ટ્રેસ છે. એક યુઝરે લખ્યું કે, વેલડન રાખી. એક યુઝરે લખ્યું કે, રાખી સાવંત ઈઝ મચ બેટર ધેન કંગના મંડીવાલી. એ યુઝરે કહ્યું કે, વાહ બીના પાની કે ધો ડાલા. અન્ય એક યુઝરે લખ્યું કે, હેટ્સ ઓફ યોર બોલ્ડનેસ. કંગના રણૌત પહેલા જ દિવસથી વિદ્યાર્થી આંદોલનના વિરોધમાં હતી. એમા ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેતા તે વધારે ભડકી ગઈ હતી.
કોને ગટરછાપ કહી દીધા?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. કંગનાએ GEN Z અને હિન્દુ છોકરીઓ વિશે ઈન્સ્ટાગ્રામ પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, પશ્ચિમી રંગમાં રંગાયેલી ભારતીય મહિલાઓની આ એક નવી પેઢી છે. હું આને જનરેશન ગટર કહું છું. આમાથી કેટલાક લોકો પાસે સિસ્ટમને આપવા માટે કંઈ નથી. તે અભ્યાસમાં એવરેજ પણ નથી પણ તે એટલી ખરાબ અને ભ્રષ્ટ છે કે, સારી હાઉસવાઈફ પણ નથી બની શકતી.
Ekdum kayde se😂
— MrsG (@Marvellous_MrsG) July 28, 2026
છતાં, તે ડ્રગ્સ લેવાની, દારૂ પીવાની અથવા એકથી વધારે પાર્ટનર સાથે શારીરિક-જાતીય સંબંધો બાંધવાની પોતાની સ્વતંત્રતાનો ગર્વથી ઉપયોગ કરે છે. તે નિર્લજ્જતાથી તેના માતાપિતાની કમાણી પર જીવે છે, જ્યારે ખરેખર સ્વતંત્ર થયા વિના 'સ્વતંત્ર' જીવન જીવવા માટે સતત લડે છે. જો તમે જવાબદારી લીધા વિના મુક્તપણે જીવવાનો પ્રયાસ કરો છો તો તમે ફક્ત એક બગડેલા છોકરા છો - ગટરનો કચરો છો.