રાજકોટઃ રાજકોટમાં એક દીકરાએ પોતાના પિતાની હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના રાજકોટના કણકોટ ગામમાં બની છે. જેના કારણે પંથકમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આક્ષેપ એવો છે કે, કૌટુંબિક કલેશ અને દારૂની લતના કારણે આખો પરિવાર વિખેરાઈ ગયો છે. પિતા એક જગ્યાએ મજૂરી કામ કરી રહ્યા હતા, ત્યાં જઈને દીકરાએ બાપની ગળેટૂંપો આપીને હત્યા કરી દીધી હતી. આખરે એક દીકરાએ પોતાના જ પિતાની હત્યા શા માટે કરી? ચાલો વિગતે જોઈએ...
પિતા રોજ માતાને ત્રાસ આપતો હોવાથી હત્યા કરી
કણકોટ ગામમાં સરદારધામની એક બાંધકામ જગ્યા પર 45 વર્ષીય ભરતસિંહ ડામોર મજૂરી કામ કરી રહ્યાં હતા. આ દરમિયાને તેમને સગો દીકરો આવે છે કે ગળેટૂંપો આપી મારી નાખે છે. આક્ષેપ એવો છે ક, પિતા રોજ માતાને ત્રાસ આપતા અને અત્યાચાર કરતા હતા, જેથી દીકરાએ કંટાળીને પિતાની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે ભરતસિંહને દારૂ પીવાની ટેવ હતી. દારૂના નશામાં તે ઘરે આવીને પત્નીને માર મારતો હતો. દારૂ પીવા માટે રૂપિયા લેવા માટે પણ ઝઘડાઓ કરતો હતો. પોતાની માતાની આવી સ્થિતિને જાતા સગીર દીકરાએ ભારે આક્રોશમાં આવીને પિતાની હત્યા કરી નાખી!
પોલીસ હત્યા સગીર દીકરાની ધરપકડ કરી
જે જગ્યાએ ભરતસિંહ મજૂરી કામ કરી રહ્યા હતા, ત્યાં આ સગીર દીકરો પહોંચ્યો હતો. પહેલા તો બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, પછી વાત છેક હત્યા સુધી પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલે જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અને હત્યારા સગીર દીકરાની પણ ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.