Wed Sep 09 2026

Logo

રાજકોટના ગેમઝોનમાં ફરી આગ, સદ્નસીબે જાનહાનિ નથી

2026-04-26 20:25:56
Author: Pooja Shah
રાજકોટના ગેમઝોનમાં ફરી આગ, સદ્નસીબે જાનહાનિ નથી

અમદાવાદઃ રાજકોટના ટીઆરપી ગેમઝોનની આગમાં 27 જણા માર્યા ગયાની ઘટનાની યાદ અપાવતી ઘટના ફરી બની હતી. જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. રવિવારે શહેરના કાલાવાડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં અચાનક આગ ફાટી નીકળી હોવાાન અહેવાલો મળી રહ્યા છે.

સ્વાભાવિક છે કે રવિવારની રજા અને વેકેશનને કારણે બાળકો અને તેમની સાથે તેમના માતા-પિતા મોટી સંખ્યામાં હતા. આગની જ્વાળાઓ જોતા જ લોકોમાં નાસભાગ મચી હતી. બાળકો સહિત સૌ કોઈ જીવ બચાવી બહાર નીકળી ગયા હતા. 

આગનું કારણ હાલમાં તો જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગના સમાચાર મળતા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ પહોંચી ગઈ હતી અને આગ ઓલલવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કર દેવાઈ હતી, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.