Tue Oct 06 2026

Logo

રાજકોટમાં યુવકે પ્રેમિકાને ટ્રેન નીચે ધકેલી કરી હત્યા, કઈ રીતે ફૂટ્યો ભાંડો

2026-08-07 14:34:31
Author: Mayur Patel
રાજકોટમાં યુવકે પ્રેમિકાને ટ્રેન નીચે ધકેલી કરી હત્યા, કઈ રીતે ફૂટ્યો ભાંડો

રાજકોટઃ રાજકોટ રેલ્વે સ્ટેશન વિસ્તારના ગુંદાળા ફાટક પાસે મહિલાની શંકાસ્પદ હાલતમાં મળેલી લાશના કેસમાં રાજકોટ રેલવે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો શરૂઆતમાં રેલવે અકસ્માત માનવામાં આવતો આ બનાવ પોલીસ તપાસમાં પૂર્વઆયોજિત હત્યા હોવાનું સામે આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો

પોલીસ તપાસ મુજબ મૃતક મંજુબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રકાશ સોલંકી નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધમાં હતી. મહિલાએ આરોપી પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતાં બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આરોપી પ્રકાશ સોલંકી લગ્નના દબાણથી કંટાળી ગયો હતો અને તેણે પૂર્વયોજના મુજબ મંજુબેનને ચાલુ ટ્રેન નીચે ધક્કો મારી હત્યા કરી સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

રાજકોટ રેલ્વે પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી ગોંડલ ખાતેથી આરોપી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.