Fri Sep 11 2026

Logo

રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, કમળાના દર્દીને કેન્સરનો રિપોર્ટ આપી દીધો...

2026-02-25 22:25:25
Author: Chandrakant Kanoja
રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, કમળાના દર્દીને કેન્સરનો રિપોર્ટ આપી દીધો...

રાજકોટ: ગુજરાતના રાજ્કોટમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવતા હોબાળો થયો છે. આ ઘટનાની વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા બે મહિલા દર્દીના લોહીના તપાસના રિપોર્ટ બદલાયા હતા. જેમાં કમળા દર્દીને કેન્સરનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. 

વિવાદ વધતા લેબોરેટરીના સ્ટાફે માફી માંગી

આ સમગ્ર ઘટનામાં લેબોરેટરીના કર્મચારીઓની ગંભીર બેદરકારીના પગલે બે મહિલા દર્દીના રિપોર્ટ બદલાઇ ગયા હતા.  સિવિલમાં કમળાની સારવાર માટે  આવેલી 18 વર્ષની  યુવતીનો રિપોર્ટ બદલાયો હતો અને યુવતીના બ્લડ રિપોર્ટમાં બ્લડ કેન્સર બતાવી દેવાયું હતું. જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. જોકે, આ અંગે વિવાદ વધતા લેબોરેટરીના સ્ટાફે  માફી માંગી છે. 

સિવિલ સુપ્રીટેન્ડેન્ટને તપાસ કરવાની હૈયાધારણ આપી

જોકે, તપાસ કર્યા બાદ માલુમ પડ્યું હતું યુવતીને  40 વર્ષની મહિલાનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. જેમને કેન્સર હતું. આ સમગ્ર કેસમાં જયારે રાજકોટ સિવિલ સિવિલ સુપ્રીટેન્ડેન્ટને ફરિયાદની તપાસ કરવાની હૈયાધારણ આપી હતી.તેમજ કહ્યું હતું કે તપાસ બાદ જવાબદાર સામે પગલા લેવામાં આવશે. તેમજ ભવિષ્યના આવી ભૂલ ના થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી છે.