Tue May 12 2026

Logo
IPL 2026:

પંજાબની ફરી આક્રમક બેટિંગ, દિલ્હી સામે ફટકાર્યા 210 રન

2026-05-11 21:46:10
Author: Mumbai Samachar Team
Article Image

ધર્મશાળાઃ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ માટે 211 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રિયાંશ આર્ય અને શ્રેયસ ઐયરની અડધી સદીની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન કર્યા હતા. 

ઐય્યરે 36 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી.  આ દરમિયાન દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્ક અને માધવ તિવારીએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે મુકેશ કુમારને એક વિકેટ મળી હતી.

પહેલા બેટિંગ કરતા પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે ઇનિંગની શરૂઆત કરી હતી. બંનેએ આક્રમક બેટિંગ કરી હતી. આ દરમિયાન પ્રિયાંશ આર્યએ 24 બોલમાં અડધી સદી ફટકારી હતી. 

પંજાબને 7મી ઓવરમાં પહેલો ફટકો પડ્યો હતો જ્યારે પ્રભસિમરન સિંહ 18 રન કરીને આઉટ થયો હતો. પંજાબને 9મી ઓવરમાં બીજો ફટકો પડ્યો જ્યારે પ્રિયાંશ આર્ય 56 રન કરીને માધવ તિવારીનો શિકાર બન્યો હતો.
 
પંજાબ કિંગ્સને કૂપર કોનોલીના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો હતો તેને માધવ તિવારીએ આઉટ કર્યો હતો. કૂપર કોનોલીએ 27 બોલમાં 38 રન કર્યા હતા. 18મી ઓવરમાં મિશેલ સ્ટાર્કે સતત બે વિકેટ લીધી હતી સ્ટાર્કે પહેલા બોલ પર માર્કસ સ્ટોઈનિસને 1 રન પર આઉટ કર્યો. પછી બીજા જ બોલ પર તેણે શશાંક સિંહને આઉટ કર્યો, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.