Mon Aug 31 2026

Logo

કચ્છ કલેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા સોશિયલ મીડિયા મેસેજ મુદ્દે પોલીસ તપાસ શરૂ

2026-06-23 15:14:00
Author: Mumbai Samachar Team
કચ્છ કલેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા સોશિયલ મીડિયા મેસેજ મુદ્દે પોલીસ તપાસ શરૂ

કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી જમીન દબાણ હટાવવાની ઝુંબેશ વચ્ચે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ અને કચ્છના કલેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા મેસેજ વહેતા થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર કલેક્ટર વિરૂદ્ધ ખુલ્લેઆમ અપાયેલી ધમકીના સ્ક્રીનશોટ વાયરલ થતાં પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયરલ થયેલી આ પોસ્ટ અને ધમકીભર્યા મેસેજ તેમજ કોમેન્ટ્સ તેમના સુધી પહોંચી છે. હાલ આ સ્ક્રીનશોટ્સની સત્યતાની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા માટે સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધારકોની સઘન છાનબીન અને ટેકનિકલ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મેસેજ-કોમેન્ટ કરનારના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવશે. સ્ક્રીનશોટ સાચા છે કે ખોટા તેની ખરાઈ હજુ બાકી છે. પરંતુ સંબંધિત પાસેથી પૂછપરછ કરવામાં આવશે.

ઉત્સવ વૈદ્ય