Thu Sep 03 2026

Logo

પીએમ મોદીએ માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડ્યું, 18 કિલોમીટર રોડ માર્ગે મુસાફરી કરી

2026-05-10 20:26:07
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડ્યું, 18 કિલોમીટર રોડ માર્ગે મુસાફરી કરી

હૈદરાબાદ: પીએમ મોદીએ આજે ફરી એકવાર હૈદરાબાદની મુલાકાત દરમિયાન માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં પીએમ મોદીનું હેલિકોપ્ટર જે સ્થળે ઉતરવાનું હતું કે લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ માહિતી બાદ પીએમ મોદીએ તેમનો સત્તાવાર  કાર્યક્રમ બદલી નાખ્યો જેથી લગ્ન સમારોહમાં કોઈ વિક્ષેપ ન પડે.

18 કિલોમીટર રોડ માર્ગે મુસાફરી કરી

આ સમગ્ર કાર્યક્રમની વિગત મુજબ આ સ્થળે  લગ્ન સમારોહની અસુવિધા અને  હાજર રહેલા હજારો લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખીને  પીએમ મોદીએ સ્થળ પર હેલિકોપ્ટર ન ઉતરવાનો નિર્ણય લીધો હતો. તેની બાદ તેમણે હવાઈ મુસાફરીને બદલે લગભગ 18 કિલોમીટર રોડ માર્ગે મુસાફરી કરી હતી. જેના લીધે લગ્ન સમારંભ પૂર્ણ થયો હતો.

લગ્ન માટે 5,000 મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું હતું 

આ ઉપરાંત વડાપ્રધાનના  સત્તાવાર કાર્યક્રમ મુજબ તેમનું હેલિકોપ્ટર HiTex/HICC ગ્રાઉન્ડ પર ઉતરવાનું હતું. જોકે, શહેરમાં પહોંચ્યા બાદ તેમને જાણ કરવામાં આવી કે તે જ સ્થળે BRS MLC M.C.કોટી રેડ્ડીના પુત્ર જીત રેડ્ડી અને કરાઈકલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક લક્ષ્મી સૌજન્યના લગ્ન સમારોહ યોજાવાનો છે. આ લગ્ન માટે આમંત્રણ  લગભગ 5,000 મહેમાનોને અગાઉથી મોકલી દેવામાં આવ્યું હતું. 

પીએમ મોદીએ અલગ રુટ પસંદ કર્યો

તેમજ હાઇ સુરક્ષા પ્રોટોકોલ અને બંદોબસ્ત હોવાથી  છોકરી પક્ષના પરિવારો અને હજારો મહેમાનો માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી પીએમ મોદીએ અલગ રુટ પસંદ કર્યો હતો. તેમજ પીએમ મોદીએ  હવાઈ મુસાફરીને બદલે લગભગ 18 કિલોમીટર રોડ માર્ગે મુસાફરી કરી હતી. તેમજ લગ્ન સમારંભ લોકો ઉત્સાહપૂર્વક ઉજવી શકયા હતા. વડાપ્રધાનનો આ નિર્ણય તેમના અંગત જીવનથી લઈને જાહેર જીવન સુધીના માનવતાવાદી અભિગમને ઉજાગર કરે છે.