Wed Jun 17 2026

Logo

પીએમ મોદીએ કહ્યું ભારત પાસે એઆઇનું વૈશ્વિક પાવર હાઉસ બનવાની ક્ષમતા અને ઉર્જા

2026-02-17 20:31:00
Author: Chandrakant Kanojia
Article Image

નવી દિલ્હી : નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા એઆઈ સમિટ 2026  દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે. પીએમ મોદી ભારતને ત્રણ વૈશ્વિક એઆઈ સુપરપાવર્સમાંનું એક ગણાવ્યું છે અને 2047 ના વિઝન વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત પાસે એઆઇનું વૈશ્વિક પાવર હાઉસ બનવાની ક્ષમતા અને ઉર્જા  ધરાવે છે.  

સમિટનું આયોજન તેના અર્થપૂર્ણ અને સકારાત્મક પાસાઓની ચર્ચા માટે 

પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં  ભારતની એઆઈ રણનીતિ, ભવિષ્યની યોજનાઓ અને પડકારો પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભારત માટે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર એક ટેકનોલોજી નથી પરંતુ સામાજિક પરિવર્તનનું સાધન છે. આજે એઆઇ એક  સિવિલાઝેશનના પરિવર્તનના તબક્કે છે. આ  માનવીય  ક્ષમતાઓને એવી રીતે વધારી શકે છે જે પહેલા ક્યારેય નહોતી. પરંતુ જો માર્ગદર્શન વિના છોડી દેવામાં આવે તો તે હાલના સામાજિક પાયાની પણ કસોટી કરી શકે છે. પીએમએ કહ્યું કે એટલે આ સમિટનું આયોજન તેના અર્થપૂર્ણ અને સકારાત્મક પાસાઓની ચર્ચા કરવા માટે કર્યું છે.

ગ્લોબલ સાઉથમાં આ પ્રથમ એઆઈ સમિટ 

ભારતીય  સભ્યતા બધાના કલ્યાણ અને બધા માટે સુખ માટે પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે. ટેકનોલોજીનો પ્રાથમિક ઉદ્દેશ્ય બધાનું કલ્યાણ અને સુખ હોવું  જોઈએ. ટેકનોલોજીએ માનવતાની સેવા કરવી જોઈએ  તેને બદલવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથમાં આ પ્રથમ એઆઈ સમિટ યોજાઈ રહી છે.


 એઆઈની મદદથી કસ્ટમાઇઝ્ડ શૈક્ષણિક સહાય પૂરી પાડી રહી છે

પીએમ મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2047 માં વિકસિત ભારત તરફની ભારતની યાત્રામાં એઆઈ એક પરિવર્તનકારી તક છે.  જે નવી આર્થિક તકો અને સમાવેશી વિકાસ માટે તકો ખોલશે. એઆઈ  પહેલાથી જ આરોગ્યસંભાળમાં અસર કરી રહ્યું છે. અમે  એઆઈ -આધારિત ઉકેલોને પ્રારંભિક તબક્કે ક્ષય રોગ અને ડાયાબિટીસ જેવા રોગોને શોધી કાઢતા જોયા છે. શિક્ષણમાં, એઆઈ -સંચાલિત વ્યક્તિગત શિક્ષણ કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓમાં શીખવામાં મદદ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓ એઆઈની મદદથી કસ્ટમાઇઝ્ડ શૈક્ષણિક સહાય પૂરી પાડી રહી છે.

આધાર, યુપીઆઈ  અને ડિજિટલ પબ્લિક ગુડ્સમાં ભારતની સફળતા આકસ્મિક નથી

પીએમ મોદીએ ઈન્ટરવ્યુમા  જણાવ્યું હતું કે ભારતની ડિજિટલ  માળખાગત સુવિધા ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ છે.  સમાવિષ્ટ વિકાસમાં ડીપીઆઈ અને એઆઈ  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આધાર, યુપીઆઈ  અને ડિજિટલ પબ્લિક ગુડ્સમાં ભારતની સફળતા આકસ્મિક નથી. તેના માટે ચોક્કસ સિદ્ધાંતો પર કામ કરવાની જરૂર છે.