અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે, જેમાં વડોદરા, ગાંધીનગર અને સોમનાથમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અહેવાલો અનુસાર વડા પ્રધાન જામનગરની મુલાકાત લે તેવી શક્યતા પણ છે.
બિનસત્તાવાર માહિતી અનુસાર વડા પ્રધાન 10 મેના રોજ જામનગર આવે તેવી શક્યતા છે અને 11 મેના રોજ અન્ય કાર્યક્રમો માટે રવાના થતાં પહેલાં શહેરમાં રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા છે. મુલાકાતની અપેક્ષાએ, સ્થાનિક અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન, જામનગર અને આસપાસના વિસ્તારોમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ થશે, તેમ જાણવા મળ્યું છે. વડા પ્રધાન 11 મેના રોજ વડોદરામાં સરદારધામ સંકુલનું ઉદ્ઘાટન પણ કરવાના છે.આ સાથે ગાંધીનગર ૧૧ અને ૧૨ મેના રોજ બ્રિક્સ રાષ્ટ્રોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન થયું છે, જેમાં વડા પ્રધાન ઉપસ્થિત રહેશે. આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.