નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ અત્યારે જંગ લડી રહ્યાં છે. જેના કારણે મધ્યપૂર્વમાં માહોલ તણાવપૂર્ણ છે. આ યુદ્ધની અસર મધ્ય એશિયાથી લઈને છેક યુરોપ સુધી જોવા મળી રહી છે. આ દરમિયા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ વાતચીત અંગે પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. આખરે આ બે નેતાઓ વચ્ચે કયાં મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે? ચાલો જાણીએ...
ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ બંને નેતાઓ વચ્ચે મધ્યપૂર્વની સ્થિતિ પર ચર્ચા થઈ અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થપાય તે માટે પ્રયત્ન કરવા માટે વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. બંને દેશો ઈચ્છે છે કે, યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન નથી. શાંતિ માટે મંત્રણા થવી જરૂરી છે.
રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પીએમ મોદીએ કરી વાત
એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી. અમે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અને સંવાદ અને રાજદ્વારી પરત ફરવાની જરૂરિયાત અંગે અમારી સહિયારી ચિંતાઓ પર ચર્ચા કરી છે. વધુમાં પીએમ મોદીએ લખ્યું કે, અમે શક્ય તેટલી વહેલી તકે આ પ્રદેશ (મધ્યપૂર્વ)માં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
Spoke with my friend President Emmanuel Macron today. We discussed our shared concerns over the evolving situation in West Asia and the need for a return to dialogue and diplomacy. We will continue to engage closely and coordinate efforts towards the early restoration of peace…
— Narendra Modi (@narendramodi) March 5, 2026
મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયત્નો શરૂ
મહત્વની વાત એ છે કે, ભારત મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પીએમ મોદી આ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હોવાના અહેવાલો પણ મળી રહ્યાં છે. પીએમ મોદીએ ઈરાન અને ઇઝરાયલને પણ શાંતિ રાખવા અને મંત્રણા દ્વારા સમસ્યાનું સમાધાન લાવવા માટે અપીલ કરી હતી. તેવામાં હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરીને પણ શાંતિનો વિચાર વ્યક્ત કર્યો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કોના પક્ષમાં રહેવા માંગે છે?
મીડિયા રિપોર્ડ પ્રમાણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અમેરિકા અને ઈરાનને વાટાઘાટો ફરી શરૂ કરવા હાકલ કરી છે, અને કહ્યું છે કે તેઓ વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાના પક્ષમાં છે. પીએમ મોદી દ્વારા આ પહેલા બહેરીનના પ્રિન્સ સાથે સાથે સાઉદી અરબની પ્રિન્સ અને વડાપ્રધાન સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મધ્યપૂર્વમાં થઈ રહેલા યુદ્ધની નિંદા પણ કરી હતી.