Mon May 11 2026

Logo

એક વર્ષ સોનું નહીં ખરીદવા મુદ્દે હવે આ 'ગણિત' બહાર આવ્યું, જાણો PM મોદીનું 'લોજિક'

2026-05-11 15:00:00
Author: Mayur Kumar Patel
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સિકંદરાબાદમાં એક જનસભાને સંબોધતા મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે મહત્ત્વની લોકોને અપીલ કરી હતીય પીએમ મોદીએ યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો અને ભારત પણ પણ ગંભીર યુદ્ધની અસર ઊભી થઈ છે, ત્યારે લોકોને ખાસ કરીને સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી.

એક વર્ષ સુધી સોનું ન ખરીદવાથી શું થશે ફાયદો?
જે બાદ દેશભરમાં પીએમ મોદી એક વર્ષ સુધી સોનું કેમ નહીં ખરીદવાની અપીલ કરી તેની ચર્ચા શરૂ થઈ છે. ઈરાન-અમેરિકા યુદ્ધ, ક્રૂડ ઓઈલની વધતી કિંમત અને રૂપિયાના ધોવાણા વચ્ચે પીએમ મોદીએ અપીલ કરી હતી. જો લોકો એક વર્ષ સુધી સોનું ખરીદવાનું બંધ કરે તો તેનાથી ભારતની વિદેશી મુદ્રા સ્થિતિને ફાયદો થશે.

એક રિપોર્ટ પ્રમાણે, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર આશરે 690.69 અબજ ડૉલર છે. RBIના આંકડા પ્રમાણે, ફેબ્રુઆરીમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 728 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વધવાના કારણે એપ્રિલમાં ઘટીને 691 અબજ ડૉલર થઈ ગયો હતો.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ મુજબ, ભારતની ચાલુ ખાતા ખોટ 2026માં વધીને 84.5 અબજ ડૉલર રહી શકે છે. જે જીડીપીના આશરે 2 ટકા છે. ચાલુ ખાતા ખોટ વધવાનો અર્થ દેશમાં આવતાં ડૉલરની તુલનામાં દેશાંથી બહાર જતાં ડૉલરની સંખ્યા વધારે હશે.

ભારતનો વિશ્વનો બીજો સૌથી ગોલ્ડ ખરીદનારો દેશ છે. દેશમાં દર વર્ષે આશરે 700-800 ટન સોનાની માંગ રહે છે. જ્યારે તની સામે ઉત્પાદન 1 થી 2 ટન જ છે. ભારત તેની સોનાની જરૂરિયાતના આશરે 90 ટકા આયાત પર નિર્ભર રહે છે. સોનાની ચૂકવણી અમેરિકન ડૉલરમાં કરવામાં આવે છે, જ્યારે તેનાથી રુપિયો પણ ગબડી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26ની વાત કરીએ તો ભારતમાં સોનાની આયાત 72 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી, જે 2025 નાણાકીય વર્ષના 58 અબજ ડૉલરની તુલનામાં 24 ટકા વધી છે.

જો ભારતીયો એક વર્ષ સુધી સોનાની ખરીદી ઘટાડે તો સોનાની આયાતમાં 30 થી 40 ટકાનો કરે તો 20-25 અબજ ડૉલરની બચત તઈ શકે છે. જો સોનામાં 50 ટકા ઘટાડો થાય તો 36 અબજ ડૉલરની બચત તઈ શકે છે, જે ચાલુ ખાતા ખોટની આશરે અડધી છે. ટૂંકમાં એક વર્ષ સુધી સોનું ન ખરીદવાથી ભારતમાંથી ડૉલર બહાર જતો અટકશે અને અબજો ડૉલર સુધી બચત  થઈ શકે છે, જે સરકારની સાથે લોકહિતમાં પણ રહેશે.