Sun Aug 23 2026

Logo

કલોલની સગીરાને પેથાપુરના યુવકે હવસનો બનાવી શિકાર, લોહીલુહાણ થતાં કપડાં કેનાલમાં ફેંક્યાં, છોકરી ગુજરી ગઈ પછી..........

2026-08-11 09:36:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ કલોલની 17 વર્ષીય કોલેજીયન સગીરાને પેથાપુરના યુવકે હવસનો શિકાર બનાવી હતી. લોહીલુહાણ થતાં કપડાં કેનાલમાં ફેંકી દીધા હતા. છોકરી ગુજરી જતાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

ગાંધીનગર ખાતેની એક કોલેજમાં અભ્યાસ કરતી કલોલના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષની કોલેજીયન છોકરીને પેથાપુરનો પ્રેમી હૉટલમાં લઇ ગયો હતો. જ્યાં રેપ કરવામાં આવતા સગીરાને અસહ્ય બ્લડિંગ થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી. પેથાપુર પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, 17 વર્ષની કોલેજીયન સગીરાને 6 ઓગસ્ટે તેનો પ્રેમી ગાંધીનગરમાં સેક્ટર-16માં એક હૉટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. વધુ પડતા રક્તસ્ત્રાવ અને યોગ્ય સારવાર ન મળવાને કારણે હૉસ્પિટલ બદલ્યા પછી પણ સગીરાનું મોત નીપજ્યું હતું.આરોપીએ હૉટેલના રિસેપ્શનિસ્ટને 700 રૂપિયાને આપીને સગીરાનું આઈડી પ્રૂફ આપ્યા વગર રૂમ મેળવ્યો હતો અને લગભગ અઢી કલાક સુધી પીંખી હતી.

દુષ્કર્મ બાદ સગીરાને ગુપ્ત ભાગે અતિશય રક્તસ્ત્રાવ શરૂ થતાં આરોપી તેને રાંધેજા સ્થિત એક હૉસ્પિટલમાં લઈ ગયો હતો. હૉસ્પિટલ સત્તાધીશોએ ઉંમરની ખરાઈ કર્યા વિના કે પોલીસને જાણ કર્યા વગર જ તેની સારવાર શરૂ કરી દીધી હતી. જોકે, તબિયત વધુ લથડતાં હૉસ્પિટલે સગીરાને અન્યત્ર ખસેડવા કહી દીધું હતું. ભાંડો ફૂટી જવાના ડરે આરોપીએ પોતાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સગીરાની હાલત વધુ ગંભીર બનતાં પિતા-પુત્ર તેને અન્ય હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પિતાએ ગુનાહિત કાવતરું રચી સગીરાને પોતાની દીકરી બતાવીને દાખલ કરાવી હતી. આ હૉસ્પિટલે પણ ગંભીર મામલો હોવા છતાં પોલીસને જાણ કરવાની તસ્દી લીધી નહોતી. ઘટના પછી આરોપીએ પોતાના લોહીવાળા કપડાં સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા.

બીજી તરફ, પિતાએ દીકરાનું પાપ છુપાવવા માટે સગીરાના પરિવારનો સંપર્ક કરી મામલો નાણાકીય અને સામાજિક રીતે પતાવી દેવાની ઓફર કરી હતી. જોકે, પરિવારે આ ઓફર ફગાવી દીધી હતી. સગીરાને હૉસ્પિટલમાં અત્યંત નાજુક હાલતમાં જોતાં જ પરિવારે સીધો પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે પોક્સો POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ હૉટેલ સંચાલક, આરોપીના પિતા અને બેદરકારી દાખવનાર હૉસ્પિટલો સામે પણ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.