Tue Jul 28 2026

Logo

અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિકની છેતરપિંડીના કેસમાં ધરપકડ

2026-07-28 20:47:08
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની સુરતના ખોલવડ રિયલ એસ્ટેટ ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુરતની કામરેજ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ સાથે નીલ ઠક્કર અને કાંથા ઠક્કર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

આ કેસમાં આરોપીઓએ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરેલો પ્લોટ બીજાને વેચી છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. સુરતના રહેવાસી પુષ્પક દિનેશભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વર્ષ 2025માં ખોલવડ ગામમાં સહજાનંદ નિર્વાણ નામના પ્લોટના પ્રોજેક્ટની જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીએ પ્લોટ બુક કરાવ્યો હતો. જોકે બાદમાં તેમને જાણવા મળ્યું હતું કે આ જમીન વર્ષ 2018માં દીપકભાઈ નાગજીભાઈ પટેલ નામની વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. બુકિંગ કર્યા બાદ પ્લોટ કે નાણાં પરત ન મળતા, આશરે 15થી 16 ફરિયાદીઓએ સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઉમંગ ઠક્કરની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.