અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 15 ઇંચ, એક તાલુકામાં 13 ઇંચથી વધારે, એક તાલુકામાં11 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, બે તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 6 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 5 ઇંચથી વધારે, 18 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 33 તાલુકામાં 3 ઇંચથી વધારે, 42 તાલુકામાં 2 ઇંચથી વધારે, 86 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જયારે 71 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પાટણના સાતંલપુરમાં સૌથી 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણના રાધનપુરમાં 13.46 ઇંચ, વાવ-થરાદના ભાભરમાં 11.30 ઇંચ, ખેડાના નડીયાદમાં 10.31 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 8.39 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7.09 ઇંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 7.09 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 6.93 ઇંચ, વાવ-થરાદના સુઈગામમાં 6.81 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 5.98 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 5.71 ઇંચ, વાવ-થરાદના થરાદમાં 5.12 ઇંચ, આણંદના સોજીત્રામાં 5.04 ઇંચ, બનાસકાંઠાના ડીસામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો.
કઠલાલમાં 4.96 ઇંચ, વસોમાં 4.96 ઇંચ, રાપરમાં 4.92 ઇંચ, મહુધામાં 4.92 ઇંચ, ધનસુરમાં 4.88 ઇંચ, ખેડામાં 4.76 ઇંચ, માતરમાં 4.72 ઇંચ, ખેરાલુમાં 4.57 ઇંચ, બાલાસિનોરમાં 4.45 ઇંચ, પેટલાદમાં 4.41 ઇંચ, મોરબીમાં 4.41 ઇંચ, વિરપુરમાં 4.37 ઇંચ,ભેસાણમાં 4.33 ઇંચ, લીલીયામાં 4.29 ઇંચ, લુણાવાડામાં 4.29 ઇંચ, ખેરગામમાં 4.17 ઇંચ, માળીયામાં 4.06 ઇંચ, કડીમાં 3.94 ઇંચ, સાઠંબામાં 3.94 ઇંચ, ઉમરપાડામાં 3.90 ઇંચ, કપરાડામાં 3.86 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે ક્યાં છે આગાહી
રાજ્યમાં ભારે સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે અને એક-બે સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, આજે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આવતીકાલથી વરસાદની સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 26 - 27 જુલાઈ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધવાની શક્યતા છે. જેના કારણે નર્મદા બંધના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.