Sat Mar 14 2026

Logo

પાકિસ્તાન શેરબજાર 'ધરાશાયી': કરાચી સ્ટોક માર્કેટમાં કામ રોકવું પડ્યું

Karachi   1 week ago
Author: Savan Zalariya
Article Image

કરાચી: પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે વિશ્વિક વેપારને મોટું નુકશાન થવાની શક્યતા છે, એશિયાના શેર માર્કેટ્સ ખુલતાની સાથે જ તૂટ્યા હતાં. એવામાં પાકિસ્તાનમાં શેર માર્કેટ્સમાં મોટું ગાબડું નોંધાયું છે. કારોબાર શરુ થવાની સાથે કરાચી સ્ટોક્સ એક્ષચેન્જ(KSE)ના ઇન્ડેક્સ KSE-100માં લગભગ 9% ઘટાડો નોંધાયો.  

આજે શરૂઆતના કરૂબારમાં KSE-100માં 15,000 થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારોને મોટું નુકશાન થયું છે. KSE-30 ઇન્ડેક્સ તેની લોઅર સર્કિટ મર્યાદાન નીચે આવી ગયો હતો, KSE-30 ઇન્ડેક્સ 9.8% ઘટ્યો હતો. આ તીવ્ર ઘટાડાને કારણે એક્સચેન્જ નિયમો હેઠળ ટ્રેડિંગને અસ્થાયી રૂપે અટકાવવાની ફરજ પડી હતી. એક કલાક બાદ ટ્રેડિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

તમામ સેક્ટરમાં ઘટાડો:

KSE પર તમામ સેક્ટરમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. HBL, MCB અને MEBL જેવી પ્રમુખ બેંકોના શેરમાં મોટો ઘટાડો નોંધાયો. OGDC, PPL અને POL જેવી ઊર્જા ક્ષેત્રોની કંપનીઓમાં ઘટાડો નોંધાયો.  સિમેન્ટ, ખાતર, ઓટોમોબાઈલ એસેમ્બલર્સ અને પાવર કંપનીના શેર્સ પણ તૂટ્યા.

સોમવારના ઘટાડાને ધ્યાનમાં લઈએ જાન્યુઆરીના ઉચ્ચ સ્તરથી KSE-30 ઇન્ડેક્સ 20% થી વધુ ઘટાડો નોંધાયો છે.

અફઘાનિસ્તાન સાથેના યુદ્ધની પણ અસર:

નિષ્ણાંતોના મત મુજબ પાકિસ્તાનના શેર બજારમાં ઘટાડો કંપનીઓના વેચાણમાં ઘટાડાને કારણે નહીં,  પણ મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષ અને તેના સંભવિત આર્થિક પરિણામોના જોખમોને કારણે થયો છે. પાકિસ્તાન યુદ્ધ ક્ષેત્રથી નજીક આવેલું છે.

બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે યુદ્ધની જાહેરાત કરી છે, બંને દેશોએ એ જ બીજા પર હુમલા કર્યા છે. જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાનમાં ઈરાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ગઈ કાલે રવિવારે કરાચીમાં આવેલા યુએસ કોન્સ્યુલેટના પર ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, આ અથડામણમાં ગભગ 30 લોકોના મોત થયા છે.