Tue Sep 15 2026

Logo

પાકિસ્તાની શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 78,000 કરોડ રૂપિયા ઘોવાયા

karachi   2026-04-13 17:24:00
Author: Chandrakant Kanoja
પાકિસ્તાની શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 78,000 કરોડ રૂપિયા ઘોવાયા

કરાચી: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ વિશ્વના મોટાભાગના શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેમાં ભારતીય શેરબજારમાં પણ મોટો ઘટાડો થયો છે. જોકે,આની સૌથી વધુ અસર પાકિસ્તાનન શેરબજારમાં જોવા મળી છે. પાકિસ્તાન શેરબજારમાં સોમવારે 4 ટકાનો ઘટાડો થયો અને રોકાણકારોના રૂપિયા 78,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

KSE માં 7,000 થી વધુ પોઈન્ટનો ઘટાડો 

જેમાં સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ સત્ર દરમિયાન KSE માં 7,000 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જે દૈનિક નીચા સ્તરે 160,158.92 પોઈન્ટ હતો. પાછલા દિવસે, KSE 167,191.38 પોઈન્ટ પર હતો. બપોરે 3:30 વાગ્યા સુધીમાં  KSE 160,801.83 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, જે લગભગ 6,400 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. 

રોકાણકારોને 2.8 બિલિયન ડોલરનું નુકસાન થયું

KSE માં ઘટાડાના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. માહિતી અનુસાર, જ્યારે KSE 10 એપ્રિલે બંધ થયું ત્યારે માર્કેટ કેપ  66.58 બિલિયન ડોલર હતું. જોકે, ટ્રેડિંગ સત્ર દરમિયાન, તે ઘટીને 63.78 બિલિયન ડોલર થયું છે.   આનો અર્થ એ થાય કે કરાચી સ્ટોક એક્સચેન્જમાં રોકાણકારોને 2.8 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. પાકિસ્તાની રૂપિયામાં ગણતરી કરવામાં આવે તો, આ આંકડો 78,000 કરોડ રૂપિયાથી વધુ થાય છે. 

શેરબજારમાં અફડાતફડીનો માહોલ સર્જાશે

શેરબજારોના નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પાકિસ્તાની શેરબજારમાં અફડાતફડીનો માહોલ સર્જાશે. પાકિસ્તાની શેરબજારમાં ઈરાન અમેરિકા યુદ્ધ વિરામની જાહેરાત સાથે સૌથી વધુ 12,000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.