Thu Jun 18 2026

Logo

ઉત્તર કોરિયાએ અમેરિકાની ચિંતા વધારી, કર્યું ફ્યુઅલ મિસાઇલ એન્જિનનું પરીક્ષણ...

Seoul   2026-03-29 17:40:40
Author: Chandrakant Kanoja
Article Image

KCNA via KNS/AFP


સિયોલ : મિડલ ઈસ્ટમાં અમેરિકા -ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. આ દરમિયાન હવે ઉત્તર કોરિયાએ અમેરિકાની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં ઉત્તર કોરિયાએ હાઇ-થ્રસ્ટ સોલિડ-ફ્યુઅલ મિસાઇલ એન્જિનનું પરીક્ષણ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે 
કે જેની પહોંચ છેક અમેરિકા સુધીની છે. જોકે, ઉત્તર કોરિયાએ તેની લશ્કરી ક્ષમતાઓને વધારવા માટે આ પગલું ભર્યું છે. 

કિમ જોંગ ઉને મિસાઇલ એન્જિનના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું 

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને એક નવા અને શક્તિશાળી મિસાઇલ એન્જિનના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું.  આ અંગે મીડિયાએ જણાવ્યું કે  આ એન્જિન એક અપગ્રેડેડ, હાઇ-થ્રસ્ટ, સોલિડ-ફ્યુઅલ-આધારિત સિસ્ટમ છે. જે પહેલા કરતાં વધુ શક્તિશાળી છે. જ્યારે  કિમ જોંગ ઉને તેને દેશની લશ્કરી ક્ષમતાઓને વધારવા તરફ એક મુખ્ય પગલું ગણાવ્યું. આ પરીક્ષણનો ઉદ્દેશ્ય અમેરિકા અને તેના સાથીઓને નિશાન બનાવવા સક્ષમ મિસાઇલો વિકસાવવાનો છે. 

એન્જિનનો મહત્તમ થ્રસ્ટ 2,500 કિલોન્યુટન માપવામાં આવ્યો

આ અંગે મળતી માહિતી મુજબ એન્જિન કાર્બન ફાઇબરથી બનેલું છે. આ એન્જિનનો મહત્તમ થ્રસ્ટ 2,500 કિલોન્યુટન માપવામાં આવ્યો છે. આ અગાઉ, સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવેલા એક પરીક્ષણ દરમિયાન  આ થ્રસ્ટ 1,970 કિલોન્યુટન હતો. આ પરીક્ષણ દેશના પાંચ વર્ષના શસ્ત્ર વિકાસ કાર્યક્રમનો એક ભાગ છે. જેનો ઉદ્દેશ્ય તેના પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઇલોને વધુ આધુનિક બનાવવાનો છે. કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે  આ પરીક્ષણના પરિણામે  દેશની વ્યૂહાત્મક શક્તિ તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. જોકે, આ પરીક્ષણ ક્યારે અને ક્યાં થયું તે અંગે ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.