Sun Aug 23 2026

Logo

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો! મધ્યપૂર્વના યુદ્ધ મુદ્દે  NC-BJPના ધારાસભ્યો બાખડ્યા

2026-03-27 11:17:00
Author: Vimal Prajapati
Article Image

શ્રીનગરઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના રાજકારણ પર પણ પડી રહી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો થયો છે. આ યુદ્ધનો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ધારાસભ્યોએ નારેબાજી અને પોસ્ટરો સાથે વિરોધ કર્યો હોવાના કારણે મામલો વધારે ઉગ્ર બની ગયો હતો. આ યુદ્ધ મુદ્દે સદનમાં ચર્ચા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તેના કારણે તણાવ વધ્યો હતો. 

ખામેનેઈ માટે જમ્મુ-કાશ્મીર વિધાનસભા પ્રદર્શન શા માટે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે ધક્કા-મૂક્કી પણ થઈ હતી. ધારાસભ્યોએ સદનમાં હાથમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઈ તેની હત્યા કરવામાં આવી તેના ફોટો અને પોસ્ટરોનું પ્રદર્શન કરીને ઇઝરાયલ અને અમેરિકાનો વિરોધ કર્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મુખ્યત્વે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ધારાસભ્યોએ મધ્યપૂર્વના યુદ્ધના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. 

NC PDP ધારાસભ્યોએ ઇઝરાયલ અને અમેરિકાનો વિરોધ કર્યો

ગૃહની કાર્યવાહી શરૂ થવાની તૈયારીમાં હતી ત્યારે જ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો ગૃહના વેલમાં ઉતરી ગયા. હતા. આ ધારાસભ્યોએ 'ઇઝરાયલ મુર્દાબાદ'ના નારા લગાવ્યા અને અમેરિકા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા નેશનલ કોન્ફરન્સના નેતા તનવીર સાદિક અને અન્ય ધારાસભ્યોએ ઇરાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇઝરાયલી હુમલાઓની કડક નિંદા કરી હતી. જેના કારણે આ વિવાદ વધારે ઉગ્ર બન્યો હતો. જેથી ગૃહની કાર્યવાહી 30 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી.