Thu Sep 10 2026

Logo

નવી મુંબઈમાં  સ્કૂલ-કૉલેજ નજીક આવેલી પાનની ટપરીઓ  પાલિકાના નિશાના પર

2026-09-06 07:17:00
Author: Sapna Desai
નવી મુંબઈમાં  સ્કૂલ-કૉલેજ નજીક આવેલી પાનની ટપરીઓ  પાલિકાના નિશાના પર

AI Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈની સાથે જ નવી મુંબઈમાં પણ પાલિકા દ્વારા ફૂટપાથને અતિક્રમણ મુક્ત કરવાની કાર્યવાહી મોટા પાયાએ હાથ ધરવામાં આવી છે. જોકે પાલિકાનું લક્ષ્ય સ્કૂલ-કૉલેજના ૫૦ મીટર પરિસરમાં આવેલી પાનની ટપરીઓ હટાવવા પર વિશેષ રહેશે. તેમ જ રાતના ૧૧ વાગ્યા બાદ ખાદ્યપર્દાથ વેચનારા સામે કાર્યવાહી કરવાનો પણ નિર્ણય નવી મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.

મુંબઈની માફક જ નવી મુંબઈમાં પણ ફૂટપાથ પરના અતિક્રમણને હટાવવામાં આવી રહ્યા છે, જેમાં નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથ પર રહેલા અધિકૃત ફેરિયાઓને પયાર્યી જગ્યા આપીને અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં પર તેમ જ ગેરકાયદે રીતે ફૂટપાથ પર અંડિગો જમાવનારા ફેરિયાઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોર્ડ સ્તરે તે માટે પ્લાન તૈયાર કરવાનો તથા ટીમ તૈયાર કરીને દરેક વિસ્તારમાં પ્રાધાન્ય આપીને કાર્યવાહી કરવાનો નિર્દેશ નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર કૈલાશ શિંદે દ્વારા આપવામાં આવ્યો છે.

પાલિકાના કમિશનરે કહ્યું હતું કે નવી મુંબઈમાં હાલ વિદ્યાર્થીઓ ડ્રગ્સના સંકજામાં  ફસાવવાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્કૂલ-કૉલેજની બહાર ૫૦ મીટર પરિસરમાં પાનની ટપરીઓને હટાવવામાં પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવશે. તે માટે સ્કૂલ-કૉલેજના પ્રિન્સીપલ, શિક્ષકો સાથે સમન્વય સાધીને કાર્યવાહી કરવાની રહેશે, જેમાં પોલીસની પણ મદદ લેવામાં આવશે.

નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે અનધિકૃત ફેરિયાઓ સામે દિવસના કાર્યવાહી કરવામાં આવે છે પણ અનેક ખાદ્યપર્દાથની ગાડીઓ સાંજે રસ્તા પર ઊભી રહીને મોડી રાત સુધી ખાદ્યપર્દાથનું વેચાણ કરતી હોવાની ફરિયાદ આવી છે. તેથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે દૃષ્ટિએ રાતના કાર્યવાહી કરવા માટે ટીમ તૈયાર કરીને રાતના કાર્યવાહી કરવામાં આવશે. તેમ જ રાતના ૧૧ વાગ્યા બાદ રસ્તા પર ખાદ્યપર્દાથ વેચવા પર પ્રતિબંધ મૂકીને ગેરકાયદે ફેરિયાઓ સામેની કાર્યવાહી વધુ પ્રભાવી કરવા પર ભાર આપવામાં આવશે. રેલવે સ્ટેશન પરિસરમાં ડ્રગ્સના વેચાણ અને ઉપયોગને રોકવા માટે પોલીસે આગળ આવી પાલિકાની સાથે નિયમિત ક્ાર્યવાહી કરવાની સૂચના પણ કમિશનરે આપી હતી.