ડૉ. હર્ષા છાડવા
માનવ શરીર એક અત્યંત જટિલ અદ્ભુત અને સ્વને સ્વસ્થ રાખનારું એક કારગર મશીન છે જે પોતે દરેક સેકંડમાં અઢી કરોડ નવી કોશિકાઓ બનાવે છે. સ્ટીલ જેવા મજબૂત હાડકાંઓ અને એક લાખ કિલોમીટર લાંબી રક્તવાહિનીઓ છે. લીવર જેવા અંગ જે પોતે જ પોતાને પુનર્જીવિત કરી શકે છે. મસ્તિષ્કનું વજન બે ટકા જેટલું છે જે ઓક્સિજન અને રક્તનો વીસ ટકા જેટલો ઉપયોગ કરે છે. માનવ શરીર એક ઢાંચું છે એવું નહીં પણ પ્રકૃતિનું એક અનોખું અને બુદ્ધિમાન નિર્માણ છે, જે પોતે જ ઊર્જા ઉત્પન્ન કરે છે.
લગભગ બધી જ પરિસ્થિતિમાં જીવિત રહેવાની અદ્ભુત ક્ષમતા છે. આ નૈતિક શરીરને સંવેદન પણ છે. આ બધી જ પ્રક્રિયા માનવ શરીર અંદર થાય છે. સ્વાદ પરખ, અવાજ, સાંભળવાની શક્તિ, ભાવના, લાગણી વગેરે. શરીર પોતાનું કાર્ય સરળતાથી કરે છે. માનવી પોતે જ અપ્રાકૃતિક બને ત્યારે જ શરીરનાં અવયવોમાં તકલીફ થાય અને તે બહાર ભૌતિક રીતે લક્ષણો દેખાય છે. પૂરતાં પ્રમાણ વિટામિન, પ્રોટીન અને ફેટ ન મળે તો તેની મૂળ સ્થિતિ વિપરીત થાય અને શરીરમાં બીમારીના લક્ષણ દેખાય છે.
શરીરને ઊર્જા માટે એક પ્રકારની શર્કરાની આવશ્યકતા હોય છે. જે શરીર આહારમાંથી મેળવે છે તે શરીરના રસાયણો દ્વારા પ્રક્રિયાથી થાય છે. આ શર્કરાથી કોશિકાઓનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. આવી જ એક શર્કરા શરીરમાં ઉત્પન્ન થાય છે તે ઈનોસિટોલ છે. આ શર્કરા દ્વારા શરીર કોશિકાઓની સંરચના થાય છે જે સ્વાભાવિક રીતથી ઉત્પન્ન થાય છે. શોધકર્તાઓ દ્વારા એવું જણાયું કે ઈનોસિટોલ મેટાબોલિક સિંડ્રોમ, પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કામ કરે છે.
આ ઈનોસિટોલે વિટામિન બી-આઠ પણ કહે છે, પણ આ વાસ્તવમાં વિટામિન નથી પણ શરીરમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે. મસ્તિષ્કમાં ઈન્સ્યુલીન અને સંદેશાવાહકના કામને પણ પ્રભાવિત કરે છે. ચયાપચય અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને પણ નિયંત્રિત કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન મધુમેહ પર નિયંત્રણ, હાઈકોલેસ્ટ્રોલ પર નિયંત્રણ પણ કરે છે.
સ્ત્રીઓ પીસીઓડી માટે ઈનોસિટેલનું સપ્લિમેન્ટ લે છે. જે ઘણીવાર સારું પરિણામ આપતું નથી. હજારો રૂપિયા ખર્ચથી પણ આ સપ્લિમેન્ટ કામ કરતું નથી. છતાં પણ સ્ત્રીઓ સપ્લિમેન્ટ પર સપ્લિમેન્ટ લે છે. આ સમસ્યા શરીરમાં ઈન્ફલેમેશન (એક પ્રકારની બળતરા)ના કારણે થાય છે. આ બળતરા થાય જેના કારણે અવસાદ, મૂળ બગડવો, ડોપામાઈમની કમી, ખુશીનો અભાવ, થકાવટ, ગર્ભાવસ્થા દરમિયાન એક પ્રકારનો ડર, થાઈરોઈડ, ઈન્સ્યુલીનની કમી થવી વગેરે છે.
ઈનોસિટોલ એક પાવરફૂલ એલિમેન્ટ છે. શરીરમાં એસિડિટી થવાને કારણે કે બળતરા થવાના કારણે થાય છે. એસિડિટી માટે જવાબદાર છે. બહારનું સ્પાયસી ફૂડ જેમ કે પાણીપુરી, અલગ અલગ ચાટ, કેચપ, ચાઈનીસ ફૂડ, ચીપ્સ, પીઝા, બર્ગર, ચોકલેટ, સુગરી ડ્રીંક, ડબ્બાના ફૂડ, આઈસક્રીમ જેવા અખાદ્ય પદાર્થનો વપરાશ. જેના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળતું નથી. આ ફાસ્ટ ફૂડને પચાવવા શરીરને વધુ પ્રમાણમાં HCL (હાઈડ્રોકલોરિક એસિડ) બનાવવું પડે છે જે શરીરમાં એસિડિટી નિર્માણ કરે છે. જેના કારણે શરીરનું કેલ્શિયમ, વિટામિન-બી અને વિટામિન-ડી ખોરવાય છે.
સેલમાં કેલ્શ્યિમ હોય છે, જ્યારે કેલ્શ્યિમ બહાર નીકળે તેની સાથે ઈન્સ્યુલીન પણ બહાર નીકળે છે. જેથી ઈનોસિટોલ સેલમાંથી માયો-ઈનોસિટોલ અને ડી-ચિરો ઈનોસિટોલ એ બે ભાગમાં વહેચાય છે. જે કેલ્શ્યિમને ધક્કો મારે છે અને કેલ્શ્યિમ ઈન્સ્યુલીનને રોકેટની જેમ બહાર કાઢે છે. જેથી ઈન્સ્યુલીન રેજિસ્ટન્ટ ઓછું થાય છે. ઈનોસિટોલની ઓછપને લીધે સેરેટોનીન અને ડોપામાઈનની ઓછપ થાય છે જેને કારણે મૂડ બગડે, જીવવાની ઈચ્છા ન થાય, ડિપ્રેશન, એન્ઝાઇટી થાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે ઈનોસિટોલનું નિયંત્રણમાં હોવું જરૂરી છે. ઈનોસિટોલની ઓછપ થવાને કારણે લોકો બહારથી સપ્લિમેન્ટ લે છે જેના પરિણામ સારા નથી. હજારો રૂપિયા બરબાદ થાય છે.
શરીરમાં ઈનોસિટોલની ઓછપ દૂર કરવા માટે સપ્લિમેન્ટની જગ્યા શક્કરટેટી (મસ્ક મેલન) બસો ગ્રામ જેટલું ખાઈ લેવાથી લગભગ છસોથી સાતસો એમજી જેટલું ઈનોસિટોલ મળી રહે છે. જે હજારો રૂપિયા ખર્ચવાથી નથી મળતું પણ વીસથી ત્રીસ રૂપિયાની શક્કરટેટીમાં મળી રહે છે. લીલા પાંદડાવાળી વનસ્પતિ, પપનસ, બ્રાઉન રાઈસ, પીચ અને થૂલું ખાવાથી ઘણુંય મળી રહે છે. સંતરા, બોર્લી, ઓટ્સમાં પણ મળે છે.
ઈનોસિટોલ ગ્લુકોઝ એક પ્રાકૃતિક આઈસોમર છે જે ખાદ્ય-પદાર્થમાં ઘણું મળી રહે છે. સિઝોફ્રેનિયા પ્રીમેન્સ્ટુઅલ સિંડ્રોમ જેવી પરિસ્થિતિથી પણ લડી શકે છે. અપ્રાકૃતિક ભોજન બંધ કરી દેવાથી આ સમસ્યાનો હલ થાય છે.