નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતાના દીકરાના નિધનને કારણે યુપીના રાજકારણમાં આજે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવના રહસ્યમય મૃત્યુથી અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
ક્યા કારણેસર પ્રતીકનું મૃત્યુ થયું એ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાથી ભારતીય રાજનીતિમાં કેટલાક એવા નેતાઓના સંતાનોના મોતની ઘટના તાજા કરી દીધી જેમના મૃત્યુ પાછળનું કારણ હજુ પણ એક રહસ્ય છે. દેશના રાષ્ટ્રપતિથી લઈને વડા પ્રધાન અને દિગ્ગજ રાજનેતાઓના દીકરાઓની અકસ્માત યા અચાનક અન્ય કારણસર એક્ઝિટના અનેક કિસ્સા બન્યા છે, ત્યારે એનો કોણ બન્યું હતું શિકાર એ જાણીએ.
શરીર પર નિશાન જોવા મળ્યા
પ્રતીકના શરીર પર કેટલાક નિશાન પણ જોવા મળ્યા હતા.પ્રતીક ખરેખર તો મુલાયમસિંહ યાદવના બીજા પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા, જેને મુલાયમસિંહે ખરા અર્થમાં દીકરી તરીકે જ રાખ્યા હતા. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્તના પુત્ર રોહિતનું મોત પણ શંકાસ્પદ છે.
એન. ડી. તિવારીના પુત્ર તરીકે ઓળખ સાબિત કરવા માટે રોહિતે આશરે 6 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડી. વર્ષ 2014માં ડીએનએ ટેસ્ટ બાદ તિવારીએ એમને પુત્ર તરીકે સ્વીકાર્યા. વર્ષ 2019માં 39 વર્ષની વયે રોહિતનું મૃત્યુ થયું હતુ પછી એમની પત્ની અને વકીલ અપૂર્વા શુક્લાનો હાથ એમાં હોવાનું સામે આવ્યું હતું.
રાષ્ટ્રપતિના પુત્રનું પણ રહસ્યમય મોત
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પુત્ર લક્ષ્મણનું નિધન પણ રહસ્યમય સંજોગોમાં થયું છે. એક દિવસ સવારે બેડમાં તેઓ અચેતન સ્થિતિમાં જોવા મળ્યા હતા. તબીબી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એમનું પ્રાણ પંખીરૂ ઉડી ગયું હતું. આ ઘટના વર્ષ 2009ની છે. આ પછી એમના નાના દીકરી અને પતિ શ્યામચરણનું પણ નિધન થઈ ગયું હતું.
કોંગ્રેસના પૂર્વ સચીવ અને બિહારમાં ધારાસભ્ય દળના નેતા તરીકે રહેલા શકીલ અહેમદ ખાનના 18 વર્ષના દીકરાનું પણ રહસ્યમય સંજોગમાં મૃત્યું થયું હતું. 3 ફેબ્રુઆરી 2025ના રોજ પટણા સ્થિત એમના સરકારી આવાસ પર એમનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. ધો. 12માં તે અભ્યાસ કરી રહ્યો હતો અને અચાનક આત્મહત્યા કરી લીધી હતી. એમના મૃત્યુ પાછળનું કારણ પણ હજુ સુધી સામે આવ્યું નથી.
સંજય ગાંધીનું વિમાન ક્રેશમાં મોત
દેશના પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું પણ વિમાન ક્રેશ થતા મૃત્યુ થયું હતું. 23 જુન 1980ના રોજ નવી દિલ્હીના સફદરગંજ એરપોર્ટથી ફ્લાઈટ ટેકઓફ થયા બાદ વિમાનનું સંતુલન ખોરવાયું હતું. વિમાનનું એેન્જિન ફેઈલ થઈ ગયું હતું. આ વિમાનના કેપ્ટન સુભાષ કશ્યપનું પણ મોત નીપજ્યું હતું.