Tue Jun 23 2026

Logo

મુંબઈગરાઓ માટે ખુશખબર: સાયન રોડ ઓવરબ્રિજ પર 500 ટનનો સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરાયો

2026-06-23 20:51:12
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મધ્ય રેલવે દ્વારા માટુંગા અને કુર્લા વચ્ચે મધ્યરાતે બ્લોક સમયગાળા દરમિયાન 500 ટન વજનના સેમી થ્રુ સ્ટીલ ગર્ડરને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા.  આ લોન્ચ સાથે જ ઘણા લાંબા સમયની ઇંતજારી પછી સાયન રોડ ઓવરબ્રિજ પરિયોજનાને પૂર્ણ થવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. 

આ ગર્ડર લોન્ચિંગ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-કુર્લા પાંચમી અને છઠ્ઠી લાઈન પરિયોજનાનો ભાગ છે, જે મુંબઈમાં રેલવે ક્ષમતા વિસ્તારની સૌથી મહત્વપૂર્ણ યોજના પૈકીની એક છે. 

મધ્ય રેલવેના અત્યંત વ્યસ્ત ઉપનગરીય રેલ કોરિડોર અને ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારમા આટલા મોટા અને મજબૂત ઢાંચાની જાળવણીની જટિલતા છતાં આ કાર્ય સફળતાપૂર્વક અને સુગમતાથી પૂર્ણ કરવામાં આવ્યું હતું. 
વ્યસ્ત રેલવે લાઈનો પર 500 ટનના સ્ટીલ ગર્ડરનું લોન્ચ એક મુખ્ય એન્જિનિયરિંગની સિદ્ધિ માનવામાં આવે છે, જેના માટે સૂક્ષ્મ યોજના, ચોક્કસ અમલીકરણ અને અલગ અલગ ટેક્નિકલ ટિમો વચ્ચે ગાઢ સંકલન જરૂરી બને છે. 

આ સફળ લોન્ચિંગએ તે બ્રિજના નિર્માણકાર્યમાં એક અગત્યના મિલના પથ્થરને મુકવામાં આવ્યો હતો, જેને સો વર્ષથી વધારે જૂના ઢાંચાની સંરચનાત્મક સ્થિતિને લઈને ઊભી થતી સમસ્યાઓ પછી બંધ કરવામાં આવી હતી. પુનર્નિર્મિત આરઓબીને વિસ્તરિત રેલવે કોરિડોરની જરૂરિયાત મુજબ ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. રેલવે પાટાઓ પરના પુલની લંબાઈ આશરે 40 મીટરથી વધારીને લગભગ 54.5 મીટર કરવામાં આવી રહી છે