Wed Aug 19 2026

Logo

સાયબર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં ત્રણની ધરપકડ: ‘મ્યૂલ’ બૅંક ખાતાં દ્વારા 2.5 કરોડ રૂપિયાના વ્યવહારો શોધી કઢાયા

2026-08-03 20:52:00
Author: Yogesh D. Patel
Article Image

Chat GPT Generated Image


મુંબઈ: શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 62 વર્ષની સિનિયર સિટિઝન સાથે 31.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં મુંબઈ પોલીસના સાયબર સેલે ત્રણ જણની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં છેતરપિંડીનો ફેલાવો ખૂબ જ વધુ હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓના બૅંક ખાતાં દ્વારા અત્યાર સુધીમાં 2.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. છેતરપિંડી આચરીને મેળવેલા રૂપિયા અન્ય 36 બૅંક ખાતાંમાં ટ્રાન્સફર કરાયા હતા, જે દેશભરમાં નોંધાયેલા સાયબર ફ્રોડના 38 કેસ સાથે જોડાયેલા છે, જેમાં મુંબઈના 10 કેસનો સમાવેશ છે.

આરોપીઓની ઓળખ જોશુઆ રતનામ કલાકુરી, યોગેશ દિલીપ સોલંકી અને કુણાલ કૈલાસ મસ્કે તરીકે થઇ હતી. 

પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી ગેરેગામ વિસ્તારની રહેવાસી છે અને ખાનગી કંપનીનીે નિવૃત્ત સિનિયર વાઇસ પ્રેસિડન્ટ છે તથા એક અનુભવી શેરબજારમાં રોકાણકાર છે.
સપ્ટેમ્બર, 2025માં તેને વ્હૉટ્સઍપ મેસેજ પ્રાપ્ત થયો હતો. મેસેજ મોકલનારી વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે, જે રોકાણ પર આકર્ષક વળતર અને પંદર દિવસની મફત મેમ્બરશિપ (એએઆઇ આધારિત) ઓફર કરે છે.

આ માહિતીને ઓનલાઇન ચકાસણી કર્યા બાદ ફરિયાદી વ્હૉટ્સઍપ ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપમાં જોડાઇ હતી, જેમાં 60 સભ્ય હતા અને વિવિધ રોકાણ યોજનામાં નફો થયાનો દાવો કરતા સ્ક્રીનશોૅટ તેમાં શૅર કરવામાં આવતા હતા. ફરિયાદીએ શરૂઆતમાં નાની રકમ રોકી હતી અને સમયાંતરે તેણે કુલ 31.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. દરમિયાન ફરિયાદીએ રોકેલાં નાણાં અને વળતરની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની પાસે વધુ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ નોર્થ રિજન સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.

 (પીટીઆઇ)