Sat Sep 12 2026

Logo

શિવડીમાં અતિક્રમણ દૂર કરી ૪૫ બકરા જપ્ત

2026-05-27 15:08:29
Author: Sapna Desai
શિવડીમાં અતિક્રમણ દૂર કરી ૪૫ બકરા જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (શહેર) ડૉ. અશ્વિની જોશીને એક અનામી ફરિયાદ મળી હતી, જેમાં આરોપ કરવામાં આવ્યો હતો કે નેપોરેલ ટાવર, રફી અહેમદ કિડવાઈ માર્ગ, શિવડીમાં પરવાનગી વિના આશરે ૪૫ બકરીઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.

મળેલી ફરિયાદ મુજબ, સ્થાનિક પોલીસ - રફી અહેમદ કિડવાઈ માર્ગ પોલીસ સાથે ઉપરોક્ત સ્થાન પર સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ઇમારતના પરિસરમાં પરવાનગી વિના આશરે ૪૫ બકરીઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો અને તેમના માટે એક અનધિકૃત કામચલાઉ શેડ હતો.

તેથી પાલિકાના બજાર વિભાગ અને એફ/ દક્ષિણ વૉર્ડ દ્વારા આ સ્થાન પર કાર્યવાહી કરી અને પરવાનગી વિના સંગ્રહ કરાયેલા તમામ બકરીઓને જપ્ત કર્યા અને તેમને દેવનાર કતલખાનામાં મોકલી દીધા હતા અને અનધિકૃત કામચલાઉ શેડ પર ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી વિવિધ વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં, સ્થાનિક પોલીસના પૂરતા રક્ષણ હેઠળ ૧૫ અધિકારીઓ/કર્મચારીઓ, ૨૫ કામદારો, બે જેસીબી મશીનો અને એક ડમ્પર સામેલ હતા.આ કાર્યવાહી ચુસ્ત પોલીસ  બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.