Sat Sep 05 2026

Logo

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે બે જોડી સુપરફાસ્ટ ટ્રેનોની જાહેરાત

2026-03-05 22:39:58
Author: Devayat Khatana
પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે બે જોડી સુપરફાસ્ટ ટ્રેનોની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતથી મુંબઈ તરફ રેલ મુસાફરી કરતાં મુસાફરો માટે સારા સમાચાર છે.  પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે બે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 

રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09027 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23:45 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:30 કલાકે અમદાવાદ પહોંચશે. તે જ રીતે, ટ્રેન નંબર 09028 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ અમદાવાદથી 03:00 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 11:15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. 

ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ રવિવાર, 08 માર્ચના રોજ મુંબઈ સેન્ટ્રલથી 06:20 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 12:40 કલાકે અમદાવાદ પહોંચશે. તે જ રીતે, ટ્રેન નંબર 09022 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર, 08 માર્ચ 2026ના રોજ અમદાવાદથી 15:10 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 21:45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.