Sat Jun 20 2026

Logo

મોદી સરકારનો મોટો નિર્ણય!પેટના દુખાવા-ડાયાબિટિઝની ચોક્કસ દવાના કોમ્બિનેશન પર સરકારે પ્રતિબંધ મૂક્યો

2026-06-20 16:18:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત છે. દર્દીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાને લઈને સરકારે આવી 16 એવી દવાઓ પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે. ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓના નિર્માણ, ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક ધોરણે એક્શન લેવાના આદેશ આપ્યા છે.

સરકારે આ એક્શન એક જરૂરી બેઠક બાદ લીધું છે. આ કાર્યવાહી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની કલમ 26-એ અંતર્ગત કરવામાં આવી રહી છે. આ દવાઓની યાદી થોડી લાંબી છે પણ દવામાં એન્ટિબાયોટિક, પેટમાં દુખવાની દવા, ડાયાબિટીઝ અને કોસ્મેટિક તથા ચામડી સંબંધિત દવાને આવરી લેવામાં આવી છે.

આટલી દવાઓ પર કેમ મૂકાયો પ્રતિબંધ?

આવી દવાઓ કોઈ રીતે સપોર્ટિવ પણ નથી.આ ઉપરાંત દવાઓનો ફાયદો સાબિત કરવા માટે જરૂરી પ્રમાણ પણ મળ્યા ન હતા. સરકારે Dicyclomine + Paracetamol + Clidinium Bromide જેવી પેટના દુખાવાની દવા અને પેઈન કિલરના વેચાણ તેમજ ઉત્પાદન પર મોટી બ્રેક મારી દીધી છે. આ સિવાય Gliclazide + Chromium Picolinate નામની ડાયાબિટિઝની દવાના કોમ્બિનેશનને પણ આવરી લેવામાં આવ્યું છે. આ વિષય પર દવાઓના નિષ્ણાંતોનું એવું કહેવું છે કે,ડાયાબિટિઝના ઈલાજમાં Chromium Picolinate ના ઉપયોગનું સજેશન કોઈ ચિકિત્સા પદ્ઘતિની ગાઈડલાઈન્સમાં પણ નથી અને યાદીમાં પણ નથી.

જે દવાઓ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે એમાં Amoxicillin + Serratiopeptidase, Amoxicillin + Serratiopeptidase + Lactobacillus Sporogenes, Cefuroxime + Serratiopeptidase અને Cefadroxyl + Probenecid જેવી એન્ટિબાયોટિક દવાઓનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ દવાઓમાં કેટલાક એવા તત્ત્વો હતા જેને અન્ય તત્ત્વો સાથે દેવામાં આવે તો આરોગ્યની દ્રષ્ટિએ કોઈ ખાસ લાભ થતા નથી. 


સરકારે કરી મહત્ત્વની સ્પષ્ટતા

સરકારનું એવું સ્પષ્ટ કહેવું છે કે, દવાનો ઉપયોગ માત્ર વૈજ્ઞાનિક આધાર અને ચિકિત્સા માટે જરૂરિયાત અનુસાર જ થવો જોઈએ.પરિણામે દર્દીઓ પર કોઈ મોટું જોખમ ઊભું ન થાય અને વધારે પડતા ડોઝથી ઓવરડોઝનો પણ ભય ન રહે.આ મુદ્દાને ધ્યાને લઈને આવી દવાઓના વધારે પડતા ઉપયોગ પર કોઈકાળે મંજૂરી આપી ન શકાય. સરકારના આ નિર્ણયને દવાઓની સુરક્ષા તથા તર્કસંગત ઉપયોગની દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.

આવી દવાઓના કોમ્બિનેશનથી દર્દીઓને કોઈ ખાસ ફાયદો પણ થતો ન હતો. સરકારી અધિકારીઓએ જણાવ્યા અનુસાર એક વિશેષ સમિતિના ગઠન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ અને એની સમિતિની સમીક્ષાના રિપોર્ટ બાદ આ યાદી તૈયાર કરવામાં આવી હતી. રિપોર્ટમાંથી એ વાત જાણવા મળી હતી કે, આવી દવાઓ કોઈ ઠોક ચિકિત્સાના આધારમાં પણ નથી.