જોર્ડનઃ મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયું છે. શનિવારે ઈરાને જોર્ડનમાં આવેલા એક અમેરિકી સૈન્ય મથકને નિશાન બનાવીને જોરદાર બોમ્બમારો કર્યો છે. આ ભીષણ હુમલામાં બે અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, એક સૈનિક હજુ પણ લાપતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઈરાને આ હુમલો જોર્ડન સ્થિત મુવફ્ફક સાલ્ટી એરબેઝ (Muwaffaq Salti Air Base) પર કર્યો હતો, જ્યાં ઈરાની બેલેસ્ટિક મિસાઈલોએ ભારે તબાહી મચાવી છે.
રાને જ્યારે એકસાથે અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને જ્યારે એકસાથે અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી, ત્યારે ત્યાં તૈનાત અત્યાધુનિક અમેરિકી એર ડિફેન્સ સિસ્ટમે તેને હવામાં જ તોડી પાડવાનો ભરચક પ્રયાસ કર્યો હતો. જોકે, ઈરાનની એક ઘાતક મિસાઈલ આ સુરક્ષા કવચને ભેદીને આગળ નીકળી ગઈ અને એરબેઝની અંદર આવેલા સૈનિકોના રહેણાંક કન્ટેનર (બેરેક) સાથે સીધી અથડાઈ હતી.
આ હુમલો એટલો સચોટ હતો કે મિસાઈલ સૈનિકોના સૂવાના સંવેદનશીલ વિસ્તાર પર જઈને પડી. આ પ્રચંડ ધડાકામાં બે જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા, ચારને એરલિફ્ટ કરીને સારવાર માટે ખસેડાયા અને અન્ય ઘણા સૈનિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. હુમલાના કારણે અમેરિકી એરબેઝના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે.
ईरान का जॉर्डन के मुवफ्फक साल्टी एयरबेस पर मिसाइल से हमला, 2 अमेरिकी सैनिकों की मौत#jordan #attack pic.twitter.com/15jeMXdAMh
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 19, 2026
જોર્ડનના આ એરબેઝ પર અમેરિકાના લડાકુ વિમાનો અને મોટી સંખ્યામાં સૈન્ય દળો તૈનાત રહે છે, જેનો ઉપયોગ ઈરાન સામે ઓપરેશન ચલાવવા માટે થતો હતો. પોતાના સૈનિકોના મોતથી રોષે ભરાયેલા અમેરિકાએ હવે ઈરાન પર જવાબી કાર્યવાહી તેજ કરી દીધી છે. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગન તરફથી સેનાને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે ઈરાનને આ હુમલાનો એવો જડબાતોડ જવાબ આપવામાં આવે જે તે ક્યારેય ભૂલી ન શકે!