Fri Sep 11 2026

Logo

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે જેટ ઇંધણના ભાવમાં વધારો, એરલાઇન્સ કંપનીઓએ  ટિકિટના ભાવ વધાર્યા

2026-04-10 21:21:00
Author: Chandrakant Kanoja
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે જેટ ઇંધણના ભાવમાં વધારો, એરલાઇન્સ કંપનીઓએ  ટિકિટના ભાવ વધાર્યા

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ દરમિયાન જેટ ઈંધણના ભાવના તીવ્ર વધારો જોવા મળ્યો છે. જેની અસર વૈશ્વિક રીતે એવિએશન ઉદ્યોગ પર પડી છે. જેમાં પણ હાલમાં જેટ ઇંધણના ભાવ પ્રતિ બેરલ 85 ડોલરથી વધીને 200 ડોલર સુધી પહોંચ્યા છે.જેમાં ભારતીય એરલાઇન કંપનીઓ એર ઈન્ડિયા અને ઇન્ડિગોએ પણ ટિકિટના ભાવ વધારો કર્યો છે. જેના લીધે હવાઈ મુસાફરી મોંધી બની છે. 

ઇંધણ સરચાર્જ લાદવામાં આવ્યો 

એરલાઇનના કુલ સંચાલન ખર્ચમાં ઇંધણનો હિસ્સો આશરે 25 ટકા હોવાથી  કંપનીઓની મુશ્કેલીઓ વધી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને યુનાઇટેડ એરલાઇન્સ સહિત અનેક એરલાઇન્સે ટિકિટના ભાવમાં વધારો કરવા ઇંધણ સરચાર્જ લાદવાનું અને સામાન અને અન્ય સેવાઓ માટે ફીમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. આ  દરમિયાન, ઘણી એરલાઇન્સ તેમના નાણાકીય દૃષ્ટિકોણની સમીક્ષા કરી રહી છે અને વિસ્તરણ યોજનાઓ મુલતવી રાખી રહી છે. 

પ્રતિ રાઉન્ડ ટ્રીપ આશરે ₹5,000 સુધીનો વધારો

જેમાં એર-એશિયાએ  કુલ ફ્લાઇટ્સમાં આશરે 10 ટકા ઘટાડો કરવાનો અને લગભગ 20 ટકા  ઇંધણ સરચાર્જ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે એર ફ્રાન્સ-કેએલએમે  લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે ભાડામાં વધારો કરવાની યોજના ધરાવે છે. જેમાં પ્રતિ રાઉન્ડ ટ્રીપ આશરે ₹5,000 સુધીનો વધારો થશે.

એર ઇન્ડિયાએ ઇંધણ સરચાર્જમાં અંતરના આધારે વધારો કર્યો

એર ઇન્ડિયાએ ઇંધણ સરચાર્જમાં અંતરના આધારે વધારો કર્યો છે. તેમજ-500 કિમી વચ્ચેના અંતર માટે ₹299 નો વધારાનો શુલ્ક  અને 2,000 કિમીથી વધુ અંતર માટે ₹899 સુધીનો શુલ્ક વસૂલ કરવામાં આવશે. આ વ્યવસ્થા 8 એપ્રિલ અને 10 એપ્રિલથી અમલમાં આવી છે. જ્યારે અકાસા એર  15 માર્ચથી ₹199 થી ₹1,300 સુધીનો ઇંધણ સરચાર્જ લાગુ કર્યો છે.